આટકોટ પાસે ભાવનગરના યુવકને ૨૦૦૦ની નોટના બદલામાં શીશામાં ઉતારનાર ત્રિપુટી પકડાઈ

  • July 27, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરમાં ચિત્રા પાસે રહેતા પાનની દુકાન ધરાવતા યુવકને બે હજારના દરની દશ લાખની નોટ બદલવા આપવાનું કહી એડવાન્સમાં બે લાખ આપવા પડશે કહી બે લાખની રોકડ લઈને રફુચકકર થઈ ગયેલી ભાવનગર, રાજકોટ તથા મોરબીના મહીકાના શખસની ત્રિપુટીને રાજકોટ રૂરલ એલસીબીએ પકડી પાડી કબજો આટકોટ પોલીસને સોંપ્યો છે. ભાવનગરના ચિત્રાના સિદસર રોડ પર રહેતો મુકેશ ઉર્ફે મુન્નો હિંમતભાઈ ચૌહાણ ઉ.વ.૩૫ને તેના મિત્ર નવલે દશ લાખની બે હજારના દરની નોટ બદલી આપીએ તો વળતરમાં દશ ટકા કમીશન (એક લાખ) મળે. રાજકોટના સોપારીના વેપારીએ આવી ઓફર કરી છે. વાતમાં મુકેશ આવી ગયો અને એડવાન્સ પેટે બે લાખ દેવા તૈયાર થઈ ગયો હતો. ગત સપ્તાહે આટકોટ મુકેશને બે લાખ સાથે બોલાવ્યો હતો. ત્યાં બે લાખ રૂપિયા લઈ હમણા આવીએ છીએ કહી ત્રિપુટી ફરાર થઈ ગઈ મોબાઈલ સ્વીચ ઓફ બતાવતા હતા. છેતરાયેલા યુવકે આટકોટ પોલીસમાં ફરિયાદ કરી હતી. 
​​​​​​​
આરોપીઓના માત્ર મોબાઈલ નંબર જ હતા જે આધારે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં ટીમે ત્રિપુટી જગદીશ ઉર્ફે રાજુ હીરજી પીપળીયા ઉ.વ.૪૧ રહે. નિર્મલનગર શેરી નં.૧, ભાવુભાના ચોક પાસે ભાવનગર નામના હીરાના દલાલ તથા સાગરીતો રાજકોટના મોરબી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં.૨માં રહેતો શૈલેષ ઉર્ફે માંગો કેશુ સુતરીયા નામના ઈમીટેશનના ધંધાર્થી તથા ડ્રાઈવીંગ કામ કરતો મોરબીના વાંકાનેરના મહિકા ગામના સંજય ધી‚ભાઈ ચૌહાણ ઉ.વ.૩૭ને પકડી પાડી બે લાખની રોકડ, ચાર મોબાઈલ, ૧.૫૦ લાખની કાર મળી ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ત્રિપુટીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application