ઇંધણના દરેક વ્યવહાર પર બચતની ખાતરી
ડાઉનસ્ટ્રીમ એનર્જી સેક્ટરમાં અગ્રણી કંપની અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોવાતી હતી તે ફેસ્ટિવ સિઝન થીમ ‘સબ કી જીત ગેરંટીડ 2024’ ની જાહેરાત કરી છે. 31 જાન્યુઆરી, 2025 સુધી ચાલનારી આ કન્ઝ્યુમર સ્કીમ ગ્રાહકોને પેટ્રોલ તથા ડીઝલની ખરીદી પર વધુ ઇંધણ બચત ઓફર કરે છે અને ગ્રાહકોને ઇંધણની ખરીદી પર બાંયધરી સાથેની બચત માણવાની તક પૂરી પાડે છે.
ગ્રાહકો પેટ્રોલ અથવા ડીઝલ પર પ્રતિ લિટર 5 રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ અનોખી ઓફર ગ્રાહકોને ન કેવળ નોંધપાત્ર લાભો પૂરા પાડે છે, પરંતુ ગ્રાહક કેન્દ્રિતતા તથા આનંદભર્યા અનુભવો બનનાવવાની નયારા એનર્જીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કરે છે.
આ પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે “નયારા એનર્જી ખાતે અમે નોંધપાત્ર રિવાર્ડ્સ તથા અદ્વિતીય બચત દ્વારા ગ્રાહકોને વાસ્તવિક મૂલ્ય પૂરું પાડવામાં માનીએ છીએ. આ સ્કીમ ગ્રાહક સંતોષ વધારવા તથા તેમની ઇંધણની જરૂરિયાતો માટે નિર્વિવાદ પસંદગી તરીકે અમને સ્થિત કરવા માટેની અમારી અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. ‘સબ કી જીત ગેરંટીડ’ સ્કીમ ગ્રાહકોને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા ચૂકવણી કરવા ગ્રાહકોને પ્રોત્સાહિત કરે છે અને સરળ, સુરક્ષિત તથા કેશલેસ અનુભવ સુનિશ્ચિત કરે છે જે કેશલેસ વ્યવહારો અને ડિજિટલ પરિવર્તન સફરના દેશના વધતા જતા ટ્રેન્ડ સાથે સંકલિત છે.”
આ સ્કીમ વિવિધ પ્રકારના ગ્રાહકો માટે પેટ્રોલ (એમએસ) અને ડીઝલ (એચએસડી) બંને પર લાગુ છે. આ પહેલનો ઉદ્દેશ નયારા એનર્જીને શહેરી તથા ગ્રામીણ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે પસંદગીના ફ્યુઅલ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો છે. બાંયધરીકૃત બચત પૂરો પાડીને અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપીને કંપની સુનિશ્ચિત કરે છે કે દરેક ગ્રાહકને દરેક પગલે સુગમતા તથા વધારાના લાભો મળે.
નયારા એનર્જી મૂલ્ય આધારિત પહેલ તથા અદ્વિતીય ફ્યુઅલિંગ અનુભવનું મિશ્રણ કરીને સતત ગ્રાહક અનુભવમાં નવીનતા લાવે છે અને તેને પુનઃવ્યાખ્યાયિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech