શેરદીઠ રૂ. 731ના ભાવે બાયબેક કરશે
મુંબઈ, 10 માર્ચ, 2025 – આંતરરાષ્ટ્રીય કદની નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લઘુમતી શેરધારકોને બહાર નીકળવાની તક પૂરી પાડવાના હેતુ સાથે શેરદીઠ રૂ. 731ના ભાવે 2,59,08,262 શેર્સના બાયબેક માટે તેના લઘુમતી શેરધારકોને ઓફર કરવાનું 3 માર્ચ, 2025ના રોજ નક્કી કર્યું છે.
નયારા એનર્જી લિમિટેડના ઇક્વિટી શેર્સ અગાઉ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટેડ હતા. ઇક્વિટી શેર્સ સેબી (ડિલિસ્ટિંગ ઓફ ઇક્વિટી શેર્સ) રેગ્યુલેશન્સ, 2009ની સુસંગતપણે 17 ફેબ્રુઆરી, 2016ની અસરથી બંને શેરબજારો પરથી સ્વૈચ્છિકપણે ડિલિસ્ટ કરવામાં આવ્યા હતા. ડિલિસ્ટિંગની પ્રોસેસ દરમિયાન અગાઉની પ્રમોટર કંપનીએ નોન-પ્રમોટર પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા હતા. આ પ્રોસેસ સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર રિવર્સ બુક બિલ્ડિંગ દ્વારા અને ત્યારબાદ ફેબ્રુઆરી 2016થી ફેબ્રુઆરી 2017 સુધીના એક વર્ષના ગાળા માટે એક્ઝિટ ઓફર દ્વારા હાથ ધરાઈ હતી.
જોકે ડિલિસ્ટિંગ અને ત્યારપછીની તેમને અપાયેલી એક્ઝિટ ઓફરમાં ભાગ ન લેનારા 2 લાખથી વધુ રિટેલ શેરધારકોએ કંપનીમાં તેમના શેર્સ જાળવી રાખ્યા છે. કંપનીના ઇક્વિટી શેર્સ કોઈ સ્ટોક એક્સચેન્જીસ પર ટ્રેડ થતા નથી એટલે લઘુમતી શેરધારકો તેમનું શેરહોલ્ડિંગ લિક્વિડેટ કે મોનિટાઇઝ કરી શકતા નથી. લઘુમતી શેરધારકો તેમને આપવામાં આવેલી એક્ઝિટની તકની વિનંતી માટે વારંવાર કંપનીનો સંપર્ક કરતા રહ્યા છે.
આથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લઘુમતી શેરધારકોને બાયબેકની ઓફર કરવાનો નિર્ણય લીધો છે. સ્વતંત્ર રજિસ્ટર્ડ વેલ્યુઅર દ્વારા હાથ ધરાયેલી વેલ્યુએશનની કવાયતના આધારે ઓફર શેરદીઠ રૂ. 731ના ભાવે કરવામાં આવશે. કંપની બાયબેક પ્રોગ્રામ અને તેના લઘુમતી શેરધારકોને લેટર ઓફ ઓફર ઇશ્યૂ કરવા અંગેનું શિડ્યુલ ટૂંક સમયમાં નક્કી કરશે.
શેરધારકો નીચેના ઇ-મેલ એડ્રેસ પર શેર ટ્રાન્સફર એજન્સ્ટ ને રજિસ્ટ્રાર્સનો સંપર્ક કરી શકે છેઃ
rnt.helpdesk@in.mpms.mufg.com – કંપનીમાં તેમના શેરહોલ્ડિંગને લગતા પ્રશ્નો માટે.
nayara.buyback2025@in.mpms.mufg.com – એક વખત બાયબેક ઓફર લોન્ચ થાય પછી સૂચિત બાયબેકને લગતા પ્રશ્નો માટે.