નયારા એનર્જીએ દેવભૂમિ દ્વારકામાં તેની સાતમી ગેન્ટ્રીનો પ્રારંભ કર્યો

  • July 15, 2021 10:00 AM 

નવી ગેન્ટ્રીથી મોટર સ્પિરિટ (એમએસ) અને હાઈ સ્પીડ ડીઝલ (એચએસડી)ની વધતી રિટેલ માંગને પહોંચી વળાશે: રિફાઇનરીમાં આરોગ્ય, સલામતી, પર્યાવરણીય અને ફાયર (એચએસઈએફ)ના ધોરણોને મજબૂત બનાવશે

આંતરરાષ્ટ્રીય કક્ષાની નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ ગુજરાતમાં વાડીનાર રિફાઇનરીમાં તેમની સાતમી ગેન્ટ્રીનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવી ગેન્ટ્રીથી વ્હાઇટ ઓઇલ રોડ લોડિંગની ચાર ગેન્ટ્રીની સાથે બે એલપીજી રોડ લોડિંગ ગેન્ટ્રી અને એક બ્લેક ઓઇલ લોડિંગ ગેન્ટ્રીનો વાડીનારમાં સમાવેશ થયો છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. એલોઇસ વિરાગ, રિફાઈનરીના ડિરેક્ટર અને હેડ પ્રસાદ પાનિકર અને ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ રિફાઇનરીના સભ્યોની સાથે આ નવી ગેન્ટ્રીનું ઉદ્ઘાટન કર્યું હતું.

ઓપરેશનલ સલામતી સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાને અનુરૂપ, ગેન્ટ્રી તેના તમામ 8 બેયમાં એમએસ અને એચએસડી માટે બોટમ લોડિંગ સુવિધાની સાથે સાથે એમએસમાં 4 બેયમાં સ્વતંત્ર ઇથેનોલ સંમિશ્રણ ક્ષમતાઓથી સજ્જ હશે. આ સુવિધા લોડિંગ પ્રક્રિયા દરમિયાન વરાળ ઉત્સર્જનમાં ઘટાડો કરી પર્યાવરણમાં યોગદાન આપશે. ગેન્ટ્રી એમએસ / એચએસડીની વધતી છૂટક માંગને પહોંચી વળવા અને નયારા એનર્જીના ઓપરેશન્સના એચએસઈએફ ધોરણોને વધારવા માટે બનાવવામાં આવી છે. આ સુવિધાથી ટેન્ક ટ્રકને ઝડપી ભરવાની પ્રક્રિયા સમર્થ બનશે, અમારા ચેનલ ભાગીદારોને ઝડપી પ્રોડક્ટ ડિલિવરી પ્રદાન કરી શકાશે.

નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું, “6000થી વધુ ફ્યુઅલ સ્ટેશનો સાથે સૌથી ઝડપથી વિકસતા પાન-ઈન્ડિયા ખાનગી ઇંધણ રિટેલ નેટવર્કના રૂપમાં અમે અમારા ગ્રાહકોની વધતી જરૂરિયાતોને પુરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને તેમના અનુભવને વિસ્તારીએ છીએ. આ નવી ગેન્ટ્રી ડિસ્પેચ ક્ષમતામાં વધારો કરશે, સાથે સાથે સતત ઉત્પાદન સપ્લાય દ્વારા વધતી રિટેલ માંગને પહોંચી વળાશે.”

નયારા એનર્જી મહારાષ્ટ્રના વર્ધામાં રેલ-ફીડ ડેપોની પણ માલિકી ધરાવે છે, જેની ક્ષમતા 16000KL છે. નયારા એનર્જીનો છૂટક વ્યવસાય એક ડીલરની માલિકીનો ડીલર સંચાલિત મૉડલ છે, જે તેના છૂટક નેટવર્કના ઝડપી વિસ્તરણને સક્ષમ કરે છે. નયારા એનર્જી ભારતના ઊર્જા માળખાને મજબૂત બનાવવા અને તેના રિટેલ ફ્યુઅલ સ્ટેશનો પર સારા ઇંધણ અનુભવની સાથે જોડાયેલા તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઇંધણ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS