નયારા એનર્જીએ વાઇબ્રન્ટ ગુજરાત ખાતે ફ્યુચરિસ્ટિક સ્ટોલ ખૂલ્લો મૂકીને દેશવ્યાપી આકાંક્ષાઓને પ્રેરણા આપી 

  • January 15, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નયારા એનર્જીએ વાઇબ્રન્ટ ગુજરાત ખાતે ફ્યુચરિસ્ટિક સ્ટોલ ખૂલ્લો મૂકીને દેશવ્યાપી આકાંક્ષાઓને પ્રેરણા આપી 

અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ પ્રતિષ્ઠિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એક મનમોહક સ્ટોલનું અનાવરણ કર્યું હતું, જે ભારતના હૃદયમાં વસેલી સંસ્કૃતિ અને ટેકનોલોજીના સંકલનનું ઉદાહરણ રજૂ કરે છે. “Fuelling Aspirations, Energizing Dreams for Gujarat and India” થીમ આધારિત આ સ્ટોલ ગુજરાત અને ભારત માટે ઊર્જા સુરક્ષા માટે નયારાની પ્રતિબદ્ધતા દર્શાવતું એક ડાયનેમિક પ્લેટફોર્મ છે.

અત્યાધુનિક ઇમર્સિવ સ્ક્રીન મુલાકાતીઓને નયારાની વિશાળ એસેટ્સ અને વ્યવસાયો દ્વારા આનંદદાયક પ્રવાસ પર લઈ જાય છે, જે ભારતના વિકાસ માટે સમર્પિત અગ્રણી ઊર્જા પાવરહાઉસ તરીકેની તેમની ભૂમિકા પર ભાર મૂકે છે. ગાંધીજી પ્રેરિત ચરખા સંચાલિત એલઈડી ઇન્સ્ટોલેશનનું સેટઅપ ભારતના સાંસ્કૃતિક વારસા સાથે નયારાના ઊંડા મૂળના જોડાણને દર્શાવે છે. 

નયારાની સંભવિતતા દર્શાવવા ઉપરાંત, સ્ટોલ રોજગાર પેદા કરવા, સ્થાનિક વિક્રેતાઓને ટેકો આપવા અને સમુદાયોને તેમના સપના સાકાર કરવા માટે ઊર્જા સાથે સશક્તિકરણ કરવા માટે કંપનીના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. નયારા એનર્જીની અસરકારક પહેલોએ મોટી સંખ્યામાં સમુદાયોને લાભ આપ્યો છે, હજારો લોકો માટે રોજગારીનું સર્જન કર્યું છે અને સ્થાનિક વિક્રેતાઓ અને ભાગીદારોને તકો પૂરી પાડી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં નયારા એનર્જીની હાજરી એ ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં યોગદાન આપવા માટે કંપનીની ભૂમિકા અને પ્રતિબદ્ધતા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. 
​​​​​​​

વાઇબ્રન્ટ ગુજરાતમાં તેના વાઇબ્રન્ટ શોકેસ ઉપરાંત, નયારા એનર્જીની અસરકારક પહેલો ઘણી આગળ વધે છે. 1,100થી વધુ રિટેલ આઉટલેટ્સ ગુજરાતને ગતિશીલ રાખે છે અને અનન્ય ફ્રેન્ચાઇઝી બિઝનેસ મોડલ દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, નયારાએ 175 હેક્ટર મેન્ગ્રોવ વનીકરણને પ્રોત્સાહન આપ્યું છે. નયારાએ તેની રિફાઇનરી ગ્રીન બેલ્ટમાં 3,00,000 વૃક્ષો વાવ્યા છે અને વાપીમાં એનએડીસી દ્વારા કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો શરૂ કરી છે. કંપની તેના કમ્યૂનિટી હેલ્થ પ્રોગ્રામ દ્વારા વાર્ષિક 60,000થી વધુ દર્દીઓને સેવા આપે છે. તેઓ પોષણ સહાયમાં સક્રિયપણે યોગદાન આપી રહ્યા છે, લગભગ 500થી વધુ મહિલાઓનું સશક્તિકરણ કરી રહ્યા છે અને 21મી સદીના કૌશલ્ય વિકાસમાં, સર્વગ્રાહી પ્રગતિ અને ટકાઉપણા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને સાકાર કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application