પેટ્રોલ અને ડીઝલ પર દેશવ્યાપી રિટેલ આઉટલેટ્સ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ્સ ઓફર
મુંબઈ, 24 એપ્રિલ, 2025 – ભારતના સૌથી ઝડપથી વિકસતા પ્રાઇવેટ ફ્યુઅલ સ્ટેશન નેટવર્ક નયારા એનર્જી 1 એપ્રિલથી 30 જૂન, 2025 સુધી તેના ખૂબ જ પ્રતીક્ષિત વાર્ષિક બચત અભિયાન મહા બચત ઉત્સવને ફરીથી રજૂ કરે છે.
અગાઉની એડિશનને મળેલા પ્રચંડ અભિયાનને આગળ વધારતા આ વર્ષનું કેમ્પેઇન દેશભરના ગ્રાહકો માટે વધુ મૂલ્ય અને સવિશેષ બચત લાવે છે. રૂ. 3,000 કે તેથી વધુની પેટ્રોલની ખરીદી કરતા ગ્રાહકો દર લિટરે રૂ. 3નું ડિસ્કાઉન્ટ અને રૂ. 600થી રૂ. 2,999ની ખરીદી પર લિટર દીઠ રૂ. 2નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ડીઝલના ગ્રાહકો માટે લિટર દીઠ સીધી રૂ. 1ની બચત લાગુ પડે છે.
આ ગ્રાહક પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે મહા બચત ઉત્સવ અમારા ગ્રાહક જોડાણ પ્રયાસોનો મહત્વનો ભાગ છે અન અમે આ વર્ષે તેને પાછું લાવતા આનંદ અનુભવીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી મળેલો સતત હકારાત્મક પ્રતિસાદ અમારા ગ્રાહકોએ અમારા પર મૂકેલા ગહન વિશ્વાસ અને વફાદારીને દર્શાવે છે. આ પહેલ થકી અમારો ઉદ્દેશ દેશવ્યાપી ગ્રાહકો માટે ઇંધણ પર નોંધપાત્ર બચત આપવાનો અને નવા ગ્રાહકોને નયારા એનર્જી જેના માટે જાણીતી છે તે ઉચ્ચ ગુણવત્તાની સેવાઓનો અનુભવ કરાવવાનો છે.
ક્રિકેટની સિઝન અને ઉનાળાના વેકેશનના રોમાંચ સાથે યોગ્ય સમયે રજૂ થયેલું આ કેમ્પેઇન પ્રવાસ તથા આરામના સમય દરમિયાન ગ્રાહકોનો આનંદ વધારવા માટે બનાવવામાં આવ્યું છે. દેશભરના નયારા એનર્જી રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ગ્રાહકો પેટ્રોલ અને ડીઝલ પર નોંધપાત્ર બચત કરી શકે છે.