નયારા એનર્જીએ ડો. એલોઈસ વિરાગની સી.ઈ.ઓ. તરીકે નિમણૂંક કરી

  • March 09, 2021 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સી.ઈ.ઓ. બી. આનંદ પ્રેસિડેન્ટ તરીકેની નવી ભૂમિકા નિભાવશે

આંતરરાષ્ટ્રીય સ્તરની નવા યુગની ડાઉનસ્ટ્રીમ ઊજર્િ કંપની નયારા એનર્જીએ ડો.એલોઈસ વિરાગની ચીફ એકિઝયુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂંકની જાહેરાત કરી છે, જે તા. 1 લી એપ્રિલ ર0ર1થી અસકરક્તર્િ થશે. ડો. વિરાગ વર્તમાન સીઈઓ બી. આનંદ પાસેથી કારોબારીની ટોચની ભૂમિકા સંભાળશે, જયારે બી. આનંદ તા. 1 લી એપ્રિલ ર0ર1 થી પ્રેસિડેન્ટ તરીકેની નવી અગ્રિમ ભૂમિકા નિભાવશે. તેમની નવી બાહેંધરીમાં, બી. આનંદ ભારતીય ઊજર્િ બજારમાં વ્યૂહાત્મક ભાગીદારી વિક્સાવવા તથા સરકાર અને નીતિ ઘડનારાઓ સહિતના ભાગીદારો સાથે જોડાણ મજબૂત કરવા તેમજ કંપનીની સ્થિરતાની પહેલને વેગ આપવા માટે જવાબદાર રહેશે.

ડો. વિરાગ ડાઉનસ્ટ્રીમ ફોર મિડલ ઈસ્ટ એન્ડ એશિયા, ઓએમવી, ઓસ્ટ્રિયન મલ્ટિનેશનલ ઇન્ટિગ્રેટેડ ઓઈલ એન્ડ ગેસ ખાતે સિનિયરવાઈસ પ્રેસિડેન્ટની ફરજની સોંપણી ક્યર્િ પછી નયારા એનર્જીમાં જોડાયા છે. જેનું મુખ્ય મથક વિયેનામાં છે. તેઓ રિફાઈનીંગ અને પેટ્રોકેમિકલ્સમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ લાવ્યા છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એકિઝક્યૂટિવ એમબીએ અને વિયેના ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી ડાકટેરેટની પદવી હાંસિલ કરી છે અને ત્યાંથી જ તેમણે એન્જિનિયરીંગમાં ગ્રેજયુએટ (તકનીકી રસાયણશાસ્ત્ર) પણ ર્ક્યું છે. તેમણે વોશિગ્ંટન યુનિવર્સિટીના સેન્ટ લૂઈસ ખાતે પોસ્ટ-ડાકટરલ સંશોધન પણ ર્ક્યું છે.

ડો. એલોઈસ વિરાગની નવી નિમણૂંક અંગે વાત કરતા નયારા એનર્જીના એકિઝક્યૂટિવ ચેરમેન ટોની ફાઉન્ટેને કહયું હતું કે, એલોઈસ પાસે ડાઉનસ્ટ્રીમ વેલ્યૂ ચેઈનમાં વિકસિત અને ઉભરતા બજારોમાં એક ઉલ્લેખનીય ટ્રેક રેકોર્ડ છે. કેટલીય મુખ્ય અને જટિલ મૂડી પરિયોજનાઓ, ટર્નઅરાઉન્ડસ, ડિજિટલાઈઝેશન પહેલ સાથે ઈંધણના માર્કેટીંગ અને રિટેલમાં અગાઉના અનુભવની તેમની કુશળતા તેમને નયારા એનર્જીની વૃધ્ધિ યોજનાઓને આગળ વધારવા માટેઉત્તમ અનુકૂળ બનાવે છે.

સંપાદન પછીની પરિવર્તન યાત્રામાં કંપનીને માર્ગદર્શન આપવા અને ભારતની ઊજર્િ સુરક્ષ્ાાને સક્ષ્ામ કરવા અમારી દ્રષ્ટિનું ભાષ્ાાંતર કરવા માટે એક મજબૂત પાયો નાખવા માટે હું આનંદનો આભાર માનું છું. આનંદ હવે કંપનીને પરિવર્તનશીલ વ્યવસાયના વાતાવરણમાં દિશા-નિર્દેશ કરવામાં મદદ કરવા માટે એક નિણર્યિક વ્યૂહાત્મક ભૂમિકા નિભાવશે. જે આપણી પ્રતિષ્ઠા વધારશે અને આપણી કામગીરી, વિકાસ તથા સંક્રમણને ટેકો આપતા ચાવીરૂપ મૂલ્યને અનલોક કરશે.

ડો. વિરાગે વધુમાં કહયું હતું કે, ભારત વિશ્ર્વનું સૌથી આકષ્િિર્ત વિકાસ બજાર છે. મજબૂત શેર હોલ્ડરો દ્વારા સમર્થિત નયારા ભારતમાં મુખ્ય ખેલાડી છે, જે દેશમાં આર્થિક વિકાસ અને સંપત્તિ નિમર્ણિ માટે ઊજર્િ પ્રદાન કરે છે. નયારાની ટીમમાં ઉત્કૃષ્ટ નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાંતો અને અત્યંત કુશળ કર્મચારીઓનો સમાવેશ થાય છે.  જે ઉચ્ચ મહત્વાકાંક્ષ્ાાઓ અને વધુ ક્ષ્ામતા સાથે સતત અને સફળતાપૂર્વક તેના વ્યવસાયને વધારી રહ્યા છે. હું નયારાનો હિસ્સો બનીને ખુશ છું, જે લાખો લોકોના સપનાઓને સાકાર કરવા માટે ઊજર્િ પ્રદાન કરવા કટિબધ્ધ છે.

ડો. વિરાગ અને બી. આનંદ બોર્ડ ઓફ ડિરેકટર્સને રિપોર્ટ કરશે. આગામી અઠવાડિયામાં નયારા એનર્જીમાં વરિષ્ઠ નેતૃત્વ એક સુચારુ પરિવર્તનને પ્રભાવિત કરવા અંગે ધ્યાન કેન્દ્રિત કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS