ખંભાળિયાની લોહાણા મહાજન વાડીમાં ભાવભરી રીતે ઉજવાતો નવરાત્રી પર્વ

  • October 07, 2024 11:43 AM 

મહાજન ટ્રસ્ટ તથા હરસિદ્ધિ ગરબા મંડળનું સુંદર આયોજન


ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિની બાળાઓના સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટ આયોજિત શ્રી હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માતાજીની આરાધના કરે છે.

આગામી તારીખ 12 સુધીના આ પરંપરાગત આયોજનમાં 5 થી 12 વર્ષ સુધીની રઘુવંશી બાળાઓ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ આયોજનમાં દરરોજ જલારામ બાપાના રાસ, માતાજીના સુંદર પહેરવેશ સાથે જુદા જુદા રાસ, લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ સમગ્ર આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળની સમગ્ર ટીમ દ્વારા લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ સુચારું આયોજનમાં અન્ય સ્થળોએથી પણ લોકો ગરબાને ઓનલાઈન નિહાળી શકે તે માટે ટેકનોલોજીનો સહારો લઇને યુ-ટ્યુબ લાઈવ પણ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application