કલ્યાણપુર લોહાણા મહાજન વાડીનું નવનિમર્ણિ ભૂમિપૂજન

  • April 03, 2021 08:59 PM 

તાલુકાના લોહાણા અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત: વાડી નવ નિમર્ણિનો સંપૂર્ણ આર્થિક યોગદાન રાજય સભાના સાંસદ પરીમલભાઇ નથવાણી તથા વષર્બિેન નથવાણી તરફથી મળ્યો છે

જામકલ્યાણપુર લોહાણા મહાજન વાડી નવ નિમર્ણિ બનાવવા માટે રાજયસભાના સાંસદ અને લોહાણા સમાજના વડીલ અગ્રણી પરીમલભાઇ નથવાણી તથા વષર્બિેન પરીમલભાઇ નથવાણીના સંપૂર્ણ આર્થિક સહયોગથી લોહાણા મહાજન વાડી નવ નિમર્ણિનું ખાતમુર્હુત, ભૂમિપૂજન તા.2ને શુક્રવારના રોજ પરીમલભાઇ નથવાણીના સ્નેહી મીત્ર અને તેમના પ્રતિનિધિ તુલસીદાસભાઇ ભાયાણી તેમજ બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ)ના હસ્તે પુજા વિધી કરવામાં આવી હતી.
નવ નિમર્ણિ થનાર લોહાણા મહાજન વાડીમાં પાંચ મો, એક ભોજન હોલ, રસોડુ, ઓફીસ કાયર્લિય, ટોઇલેટ, બાથમો સહિતની આધુનિક સુવિધા સાથેની નવી લોહાણા મહાજન વાડી પરીમલભાઇ નથવાણી તથા વષર્બિેન નથવાણીના નામથી નવીનીકરણ લોહાણા મહાજન વાડી નવા રંગપ ધારણ કરશે. કલ્યાણપુરની લોહાણા મહાજન વાડી કલ્યાણપુર ઉપરાંત આજુબાજુના દેવળીયા, પટેલકા, ગઢડા, બાંકોડી, ખીજદળ, પાનેલી, ટંકારીયા, હીરપર, ખાખરડા સહિતના 15 થી 20 ગામોના લોકો માટે અતિશય ઉપયોગી બનશે.
આ પ્રસંગે બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ), ખંભાળીયાના લોહાણા અગ્રણી તુલસીદાસભાઇ ભાયાણી, ભાટીયાના યુવા રઘુવંશી અગ્રણી નિલેશ કાનાણી, કલ્યાણપુરના રસીકભાઇ તન્ના, ભાટીયા લો.મહાજનના પ્રમુખ કિશોરભાઇ દતાણી, રાવલ લો.માજના પ્રમુખ સંજયભાઇ ગોકાણી, જલારામ મંદિરના જગુભાઇ રાયઠઠ્ઠા તથા સમાજના રાવલ, લાંબા, ભાટીયા, કલ્યાણપુરના વડીલો, આગેવાનો વિનુભાઇ ગોકાણી, વિઠલભાઇ મશ, હરીશભાઇ મોદી, હરીભાઇ દાવડા, ભગવાનજીભાઇ દતાણી, પ્રવિણભાઇ લાખાણી, પ્રફુલભાઇ કોટેચા, પરેશભાઇ દાવડા, શાંતિલાલભાઇ, શૈલેષભાઇ કોટેચા, ભોલાભાઇ, ઉનડકટ, ધીભાઇ સોનેચા, હરીશભાઇ સોનેચા, વજુભાઇ બારાવાળા, ભગવાનજીભાઇ બથીયા, કિશોરભાઇ ગોકાણી, ગીરીશભાઇ સોનેચા, કેતનભાઇ મોટલા, મેહુલભાઇ સામાણી, મનીષભાઇ સોનેચા, કમલેશભાઇ ગોકાણી, પ્રભુદાસભાઇ બારાઇ, જગુભાઇ ગોકાણી સહિત તાલુકાના ગામોના રઘુવંશીભાઇઓ ઉપસ્થિત રહ્યા હતાં અને પરીમલભાઇ નથવાણી પરીવારે નવી વાડી બનાવવા માટે આર્થિક સહયોગ આપવા બદલ આગેવાનોએ આભાર વ્યકત કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS