દેવભુમિ દ્વારકા જિલ્‍લામાં આગામી તા.16 ના રોજ લેવાનાર નવોદયની પસંદગી પરીક્ષા સ્‍થગિત કરાઇ

  • May 08, 2021 10:21 AM 

ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્‍વાયત સંસ્‍થા નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયોની વર્ષ 2021-22 માટે ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તા.16મે ના રોજ સવારે સાડા અગીયાર વાગ્યે દ્વારકા જિલ્‍લામાં લેવામાં આવવાની હતી. જે વહિવટી કારણોથી સ્‍થગિત રાખવામાં આવી છે. પુનઃ સુનિશ્વિત તારીખ, પસંદગી પરીક્ષાની તારીખના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા સુચિત કરવામાં આવશે તેમ કલ્યાણપુરની જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની એક યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS