જામનગરમાં લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ સેન્ટરમાં નેચરોપેથી કેમ્પનું આયોજન

  • March 01, 2021 11:06 AM 

લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટર, લાખાબાવળની તૃતિય વષ્ર્ગિાંઠ નિમીતે નેચરોપેથી કેમ્પનું તા. 01/03/ર0ર1 થી તા. 06/03/ર0ર1 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો શુભારંભ તા. 01/03/ર0ર1 ને સોમવારનાં રોજ સવારે 10.30 કલાકે શ્રીકૃષ્ણ પ્રણામી ધમર્ચિાર્ય જગદ્દગુરૂ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજનાં કર-કમલો દ્વારા દિપપ્રાગટય તથા તેમના આર્શીવચનથી થશે. જેમાં અતિથીવિશેષ્ા તરીકે બિપેન્દ્રસિંહ સી. જાડેજા- પ્રમુખ, જામનગર ચેમ્બરઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને લાખાભાઈ કેશવાલા-પ્રમુખ,જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન ઉપસ્થિત રહેશે.

આ કેમ્પ દરમ્યાન મડ પેક, હીપ બાથ, ફુટ એન્ડ આર્મ બાથ, હોટ એન્ડ કોલ્ડ ફોર્મેટેશન, એબડોમીન પેક, મેગ્નેટથેરાપી, વેટ પેક્સ, જી એચ પેક, કીડની પેક વિગેરેમાંથી કોઈ પણ ત્રણ થેરાપી ની:શુલ્ક આપવામાં આવશે.

તદ્દઉપરંાત ફુલ બોડી મસાજ, પોટલી મસાજ, શીરોધારા, સ્ટીમ બાથ, સોના બાથ, હોટસ્ટોન થેરાપી, થાઈ મસાજ, પાવડર મસાજ, હાઈડ્રોકોલોન થેરાપી વિગેરે થેરાપી ઉપરરપ ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવશે. બી.પી. તથા સુગર ટેસ્ટ ની:શુલ્ક કરી આપવામાં આવશે. આ અવસરનો લાભ લેવા જામનગર શહેર તથા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવે છે, વધુ માહિતી માટે મોબાઈલ નંબર : 99135-61453, 99785-61453 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS