જેતપુરમાં આજથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ, દર રવિવારે ભરાશે બજાર

  • August 26, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના આત્મા,ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેઓની ખેત પેદાશ તાલુકા કક્ષાએ વેંચી શકે તે માટે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા)-રાજકોટ દ્વારા ખેડૂતોને યોગ્ય માધ્યમ મળી રહે તે માટે જેતપુરમાં શનિવારથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યું છે, જેના સુચારૂ આયોજન અન્વયે પ્રાંત અધિકારી રાજેશ આલના અધ્યક્ષસ્થાને જેતપુર તાલુકા સેવા સદન ખાતે બેઠક મળી હતી.
    


પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યભરમાં અનેકવિધ પહેલો હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાકૃતિક કૃષિનાં ઉત્પાદનના વેચાણને વેગવાન બનાવવા જેતપુર શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની દીવાલ પાસે, ફૂટપાથ ઉપર, ખોડલ હોટલ સામે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે સવારે ૮ કલાકથી વેચાણ કેન્દ્ર શરૂ કરવાના આયોજન સંબધિત જરૂરી ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી હતી.
    

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી પકાવેલ કઠોળ, તેલીબિયાં, ફળો, શાકભાજી અને મૂલ્યવર્ધિત ખેત પેદાશોનું ખરીદ - વેચાણ આ કેન્દ્રો ઉપર દર રવિવારે કરી શકાશે. બેનરો, જાહેરાતો, પેમ્પલેટ અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકોને "પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર" વિશે માહિતગાર કરવા સુચારૂ પ્રચાર પ્રસાર ઉપર ભાર મુકી સંબંધિત વિભાગનાં તમામ અધિકારીઓને જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા જાહેર જનતા સુધી માહિતી મળે તે માટે બનતા તમામ પ્રયાસો કરવા પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application