કોલકાતામાં ટ્રેઇની ડોકટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં દેશના અલગ–અલગ રાયોમાં ડોકટરોનું જોરદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ ૧૭ ઓગસ્ટે દેશભરમાં હડતાળનું એલાન આપ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો આ દેશવ્યાપી હડતાળમાં જોડાશે. કોલકાતામાં મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે.દરમિયાન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ આ ઘટનાના વિરોધમાં ૧૭ ઓગસ્ટે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. જો કે, આ સમયગાળા દરમિયાન દર્દીઓને આવશ્યક સેવાઓ મળતી રહેશે. આઈએમએએ એક નિવેદનમાં કહ્યું છે કે સ્વાસ્થ્ય સેવાઓ શનિવારે સવારે ૬ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધી બધં રહેશે. આ સમયગાળા દરમિયાન, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, પરંતુ ઓપીડી બધં રહેશે.ડોકટરોના સંગઠને એક નિવેદનમાં કહ્યું કે, '૯ ઓગસ્ટ, ૨૦૨૪ના વહેલી સવારે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડોકટર પર નિર્દયતાથી બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. આ ઘટનાથી તબીબોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ સમગ્ર દેશને આંચકો આપ્યો છે. રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. આઈએમએ દ્રારા દેશભરમાં વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ પણ કરવામાં આવી છે. કોલેજ પ્રશાસનએ આ મામલે બેદરકારી દાખવતા પ્રથમ દિવસથી પોલીસ તપાસ અટકી પડી છે]
ફોરડાની હડતાલ ચાલુ રહેશે
ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશન એ કોલકાતાની ઘટના અંગે વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આરોગ્ય મંત્રાલયે ડોકટરો પર હત્પમલા રોકવા માટે કાયદો લાવવા સહિતની તેમની માંગણીઓ પૂરી કરવાની મૌખિક ખાતરી આપ્યા બાદ યુનિયને તેની હડતાલ પાછી ખેંચી હતી, પરંતુ ડોકટરો દ્રારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી, જેના કારણે ફોરડાએ ફરીથી વિરોધ કરવાનું નક્કી કયુ હતું.ફોરડા દ્રારા તાજા વિરોધની જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી યારે બુધવારે રેસિડેન્ટ ડોકટર્સ એસોસિએશનએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશને તેમની સાથે ચર્ચા કર્યા વિના હડતાલ સમા કરવાનો નિર્ણય લીધો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech