સોમનાના વેરાવળ બંદરે આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસ ઉજવાશે

  • April 05, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ભારત વર્ષમાં વર્ષ ૧૯૧૯ની ૫મી એપ્રિલે સિંધીયા સ્ટીમ નેવીગેશનનું પ્રમ જહાજ એમ.એસ.લોયેસ્ટીએ મુંબઇી લંડન જવા પ્રયાણ કર્યું હતું. જે ઘટના ભારતીય વહાણવટી વિકાસના યુગનો પ્રારંભ યો હતો. દરિયાઇ સાહસિક દરિયાઇ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૧૯૬૪ી સમગ્ર ભારતમાં વહાણવટા દિવસની ઉજવણી કરાય છે.


ગીરસોમનાના વેરાવળ બંદર કચેરીએ સ્ટાફ તેમજ સીકયુરીટી વિભાગ સવારે દસ વાગ્યે ધ્વજવંદન કરી આ કાર્યક્રમ ઉજવાશે. વર્ષ ૧૯૧૯માં સ્પાયેલી ધ સિંધીયા સ્ટીમ નેવીગેશન કંપનીના માલિક સુમતિ હતાં.

વર્ષ ૧૯૧૯માં પ્રમ વિશ્ર્વ યુધ્ધમાં ભારતીય સૈન્યને હોસ્પિટલની ગરજ સારતું જે જે લોયેલ્ટી જહાજ જે ગ્વાલીયર સિંધયાનું હતું એમની પાસેી હિરાચંદ મંડળીએ વેચાતું લીધુ અને તા.૫ એપ્રિલ ૧૯૧૯એ બ્રિટન જવા રવાના યું હતું. આની નોંધ પ્રમ સ્વદેશી કંપની તરીકે ગાંધીજીએ યંગ ઇન્ડિયામાં પણ ઉલ્લેખ કર્યો છે. દેશના વહાણવટા ઉદ્યોગમાં સુમતિ મોરારજીનું ખૂબ જ પ્રદાન છે અને મુંબઇના બેલાડ પિયરમાં સિંધીયા હાઉસ આજે પણ અતિતની યાદ આપે છે.વહાણવટા અને વેરાવળ: સોમના-વેરાવળનો અફાટ દરિયો દરિયાઇ વેપારવણજની અનેક ઘટનાઓનો સાક્ષી છે. લકડીયા હોડી, હલેસા હોડી, સઢવાળા વહાણોવાળી લાકડાની બોટો, ફાયબર બોટો, આકાશમાં તારા જોઇને દિશા-શહેર-બંદર જોવાના અનુમાનો-હોકાયંત્રી માંડી આજનું જીપીએસ વાયરલેસ, મોબાઇલ યુગ સહિતની અદ્યતનતા વેરાવળ બંદરેી કરાંચી સુધીની પેસેન્જર સ્ટીમર સર્વિસ જોયેલ છે.

વેરાવળ સર્વ સંગ્રહમાં જણાવ્યું છે કે જંબુદ્વિપમાં ભારત ખંડમાં સૌરાષ્ટ્રમાં પ્રભાસ ક્ષેત્રમાં સોમના એક ખૂબ જ અગત્યનું યાત્રાધામ તે જમાનામાં હતું. સોમના બંદરેી ભરૂચ, સોપારા સુધી વ્યવહાર હતો. મહાભારત પછીના સમયમાં ચીની ઝાંઝીબાર સુધી વેપાર અને વહાણવટું હતું.વેરાવળ બંદરે નિયમીત સ્ટીમરો આવતી તેમ પ્રભાસના ભાસ્કર વૈદ્ય કહે છે. તેઓ કહે છે આ સ્ટીમર બંદરી બેી ત્રણ કિલોમિટર દરિયામાં દૂર ઉભી રહેતી અને બાજમાં વેરાવળી નિકાસ કરાતા ઘઉં, મગફળી, ડુંગળી તેમાં લઇ જવાતાં તેના વ્હીસલનું સાંભળવું છેક દૂર સુધી સંભળાતું.બંદરનો વ્યાપાર એટલો બધો હતો કે માલ ચઢાવતા-ઉતારતા જે અનાજ વેરાય તે ચણવા માટે પક્ષીઓના ઝૂંડ બંદરે આંટા ઉડાન કરતા રહેતા.મોટા કારોબારને કારણે બંદરની જ આસપાસ પોસ્ટ ઓફિસ, શિપયાર્ડ ઓફિસો, મગફળીના દાણા આયાત-નિકાસ કરતી કંપનીઓ વિશાળ સંખ્યામાં હતાં.ઇ.સ. ૧૯૬૬-૬૭માં બંદર સુધારણા મી. બેલીઅસ સ્કોટ નામે અંગ્રેજી ઇજનેરની નિમણૂક ઇ હતી તા દિવાદાંડી ૨૫ ફૂટ ઉંચી ચણી અને સને ૧૮૮૮માં વેરાવળ બંદરમાં ૭૦ વહાણો બંધાયા હતાં. વેરાવળી મુંબઇ દરિયાઇ માર્ગ ૧૯૬ માઇલ થાય છે. સારો પવન હોય તો તે જમાનાનું વહાણ બે દિવસમાં પહોંચતુ.

વેરાવળમાં તે જમાનામાં ૮૦ી ૯૦ ટનના જહાજો બનતા જેમાં સુતારનું રોજ એક રૂપિયાથી  સવા રૂપિયો તા મિીનું રોજ દોઢ રૂપિયા સુધી હતું.
 વર્ષ ૨૦૦૩માં વેરાવળમાં સ્ટીમર આવી હતી. પછી આજ દિન સુધી સ્ટીમર આવી ની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application