ઉનાના નાઠેજ ગામે અનુસૂચિત જાતીના વિસ્તારમાંંથી ગંદકી તાત્કાલિક દૂર કરવા માગ

  • December 02, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના નાઠેજ ગામે અનુસૂચિત જાતિના વિસ્તારમાં નેશનલ હાઇવેથી અડીને જવા-આવવાનો જાહેર રસ્તો આવેલ છે. જે રસ્તામાં ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી નીકળવાના કારણે રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય, આ રસ્તામાંથી પસાર થતા લોકોને અતિ મુશ્કેલી પડી રહી છે. રસ્તામાંથી ગામના મોટી ઉમરના વૃદ્ધજનો, આંગણવાડી તથા પ્રાથમિક શાળામાં જતાં નાના બાળકોને ખુબજ મુશ્કેલી પડે છે. તેમજ અનુસૂચિત જાતીના વિસ્તારમાં કોઈ સારા પ્રસંગો હોય કે મરણ થયેલ હોય ત્યારે પણ પારાવાર મુશ્કેલી પડે છે. ગંદુ પાણી અને લપસણો રસ્તો હોવાથી અવાર નવાર ચાલીને જતાં તથા બાઈક પર જતાં વ્યક્તિઓ પડી જાય છે. 
​​​​​​​
આ બાબતે અનેકવાર નાઠેજ ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ હોવા છતાં સમાજ પ્રત્યે કિન્નાખોરી રાખી અને આ સમસ્યાનું સમાધાન થવા ઇચ્છતા ન હોય. આ રસ્તા પરથી પસાર થતી ગંદા પાણીની ગટરનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવતું નથી. જો ગટરનું કામ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવેતો સમસ્યાનું સત્વરે નિરાકરણ થાય તેમ છે. પરંતુ ગ્રામ પંચાયત આ બાબતે ગંભીર લીધી નથી.  આ બાબતે સ્થળ ખરાઈ કરીને લાગતાં વળગતા તંત્ર દ્વારા સર્વે કરી ગામની આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરાવવામાં આવે તેવી માંગ સાથે દિનેશભાઇ રામજીભાઇ મારૂ, અરવિંદભાઇ નારણભાઇ પરમાર તેમજ લક્ષ્મણભાઇ આતાભાઇ મારૂ સહીતનાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ડે.કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application