કોરોના સામે અસરકારક સુરક્ષા પૂરી પાડવા માટે નેઝલ સ્પ્રે તૈયાર છે, જાણો ક્યારે બજારમાં ઉપલબ્ધ થશે આ સ્પ્રે

  • November 20, 2020 09:17 AM 469 views

 બર્મિંગહામ યુનિવર્સિટીના સંશોધનકારોએ કોરોનાવાયરસ સામે અસરકારક સુરક્ષા પૂરી પાડે તેવો એક નેઝલ સ્પ્રે તૈયાર કર્યો છે. છે. યુનિવર્સિટીએ ગુરુવારે કહ્યું કે આ સ્પ્રે મનુષ્યના ઉપયોગ માટે તૈયાર છે.

 

યુનિવર્સિટીની હેલ્થકેર ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની ટીમે યુકે, યુરોપ અને યુએસમાં નિયમનકારી સંસ્થાઓ દ્વારા વ્યાપકપણે સ્વીકૃત કમ્પાઉન્ડનો ઉપયોગ કરીને સ્પ્રે બનાવ્યો છે. તેમાં વપરાતા ઘટકોનો ઉપયોગ તબીબી ઉપકરણો, દવાઓ અને ખાદ્ય ઉત્પાદનોમાં થાય છે. આનો અર્થ એ કે તેનું બજારમાં આવવું વધુ સરળ બન્યું છે. ટૂંક સમયમાં આ સ્પ્રે બજારમાં ઉપલબ્ધ થશે.

 

શોધપત્રના મુખ્ય લેખક ડો.રિચાર્ડ મોક્સે કહ્યું, 'આ સ્પ્રે સરળતાથી ઉપલબ્ધ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે. આ ઉત્પાદનોનો ઉપયોગ ખોરાક ઉત્પાદનો અને દવામાં પહેલાથી જ થાય છે. અમે વિચારીને તેને આ ડીઝાઇન પ્રક્રિયામાં  તૈયાર કર્યું છે. આનો અર્થ એ કે યોગ્ય ભાગીદાર સાથે, આપણે થોડા અઠવાડિયામાં મોટાપાયે ઉત્પાદન શરૂ કરી શકીશું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application