પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદાએ ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલી અંકુર શાળાની ખાસ મુલાકાત લીધી હતી. અંકુર શાળા ખાતે માનસિક રીતે દિવ્યાંગ બાળકો એટલે કે જેને લોકો મંદબુદ્ધિવાળા બાળકો કહે છે. તેવા બાળકો અભ્યાસ કરે છે. જે બાળકને પોતાની જાતે કંઈ જ કરવાની ખબર પડતી નથી તેવા બાળકોની સંભાળ રાખી અને અંકુર શાળા ખાતે માનસિક રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યારે આજરોજ ભાવનગરની સરદારનગર ખાતે આવેલી અંકુર શાળાની મુલાકાતે પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદા ખાસ આવી પહોંચ્યા હતા. ભાવનગર શહેરના ખાતે જીગ્નેશ દાદાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથાના આયોજન દરમ્યાન પોતાનો સમય કાઢી અને અંકુર શાળા ખાતે ખાસ મુલાકાત લીધી હતી. પ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદાએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ બાળકો નહી ભગવાનનું સ્વરૂપ છે. અને પોતે આ બાળકોના દર્શન કરી પોતાને ધન્ય મને છે. અને આજે તેની મુલાકાત લઇ ખબર પડી કે સૌરાષ્ટ્ર અને એમાં પણ ભાવનગરમાં અંકુર શાળા જેવી સંસ્થા આવેલી છે. જ્યાં આવા બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. જે પોતાની અવસ્થા લઇને આવ્યા છે. આવા બાળકો આવા ભગવાનને મળી ખુબ આનંદ થયો હતો. કથાકાર જીગ્નેશ દાદા ની મુલાકાત દરમિયાન મોટીવેશન સ્પીકર નેહલબેન ગઢવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતા પુલ કેસ: જયસુખ પટેલને મોટી રાહત, મોરબી જિલ્લામાં પ્રવેશની મંજૂરી
March 11, 2025 11:11 PMદિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટનો FIR નોંધવાનો આદેશ
March 11, 2025 09:28 PMભારત આવી રહ્યું છે એલોન મસ્કનું સ્ટારલિંક ઈન્ટરનેટ, સ્પેસX નો એરટેલ સાથે કરાર
March 11, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech