‘આજકાલ’ પરિવારના નરોત્તમભાઇ પલાણને મેઘાણી એવોર્ડ એનાયત થશે

  • June 10, 2021 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરના એકમાત્ર સાંઘ્યદૈનિક ‘આજકાલ’ પરિવારના નરોત્તમભાઇ પલાણને  સાહિત્યક્ષેત્રે તેમના અદ્ભૂત યોગદાન બદલ મેઘાણી એવોર્ડ એનાયત થશે કુદરતના સાનિઘ્યમાં મહાલવાની મજા માણતા અને અડીખમ જુવાનજોધ એવા સૌના પલાણસાહેબને નગરજનોએ બિરદાવ્યા છે. તેમને િ5યા એક લાખની ધનરાશી પણ અર્પણ કરવામાં આવશે. 
સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભવનમાં કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના ઉપક્રમે દર વર્ષે લોકસાહિત્ય શિક્ષણ અને સંવર્ધન કામગીરી માટે અપાતો મેઘાણી એવોર્ડ આ વર્ષે જાણીતા ઇતિહાસવિદ અને લોકસંસ્કૃતિના જાણકાર એવા પ્રો. નરોતમ પલાણ અને લોકગીત માટે અપાતો હેમુ ગઢવી એવોર્ડ ભાવનગરના કાશીબેન ગોહિલને આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ બન્ને મહાનુભાવોને આ મહિનામાં માનસમર્મજ્ઞ પૂ. મોરારીબાપુના હસ્તે ા. 1 લાખની ધનરાશિ સાથે પ્રશસ્તિપત્ર, એવોર્ડ સાથે શાલ અર્પણ કરી બહુમાન કરવામાં આવશે.  કોરોનાની મહામારીને કારણે ગુજરાતી ભવનમાં કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી દર વર્ષે આપવામાં આવતા મેઘાણી એવોર્ડ અને હેમુ ગઢવી એવોર્ડની કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી. અલબત સમિતિ દ્વારા બન્ને મહાનુભાવોના નામો 31 માર્ચ પહેલા યુનિ.ને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના વડપણ હેઠળ લોકસાહિત્ય કેન્દ્રની ઓનલાઇન બેઠક મળી હતી. તેમાં મેઘાણી એવોર્ડ માટે પોરબંદર સ્થિત જાણીતા ઇતિહાસકાર પ્રો. નરોતમ પલાણ અને હેમુ ગઢવી એવોર્ડ માટે ભાવનગરના લોકગાયિકા કાશીબેન ગોહિલની પસંદગી કરવામાં આવી હોવાનું યુનિ.ના કુલનાયક ડો. વિજય દેશાણીએ જાહેર કર્યુ હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 150મી જન્મજયંતિનું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે યુનિ.માં સાત દિવસનો મેઘાણી ઉત્સવ ઉજવવાનું નકકી કરવામાં આવ્‌યું હતું. જેમાં શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન પર જુદા-જુદા સાત વિષયો પર આધારીત વ્યાખ્યાન માળા યોજવામાં આવશે. તેમજ મેઘાણીના જીવન પર આધારીત ડોકયુમેન્ટરી યુનિ. તૈયાર કરશે. રાષ્ટ્રીય શાયરનું તૈલચિત્ર યુનિ.માં મુકવામાંઅ ાવશે તેમજ તેમના ચોટીલા સ્થિત જન્મસ્થળની મુલાકાત લઇને લોકસાહિત્યના અભ્યાસક્ષેત્રને  વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS