છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૧૫૩ તાલુકામાં સામાન્યથી દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે. ૧૫૩ માંથી ૧૫૧ તાલુકા એવા છે કે ત્યાં પૂરો એક ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. આણદં જિલ્લાના આંકલાવમાં દોઢ અને નવસારી જિલ્લાના ખેરગામમાં સવા ઈચ વરસાદ થયો છે.
ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ નથી પરંતુ મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદના કારણે ઇન્દિરા સાગર ડેમના દરવાજા ખોલાતા નદીમાં પૂર આવ્યા છે અને તેના કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં ૨.૧૩ લાખ કયુસેક નવા પાણીની આવક થઈ છે જેના કારણે આ જળાશય ૯૦ ટકા સુધી ભરાઈ ગયો છે.
ગુજરાતની લાઈફ લાઈન ગણાતા નર્મદા ડેમમાં અત્યારે ૧૩૫.૬૩ મીટર પાણીનો જીવતં જથ્થો છે અને આ ડેમની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. નર્મદા ડેમના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે અને તેના કારણે વડોદરા જિલ્લાના અનેક ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
કંટ્રોલ મના જણાવ્યા મુજબ અત્યારે ૪૧ જળાશયો એવા છે કે જેમાં માત્ર ૨૫ થી ૫૦% પાણી છે. ૫૬ જળાશયો એવા છે કે યાં ૨૫% કરતા પણ ઓછો પાણીનો જથ્થો છે. ભારે વરસાદવાળા વિસ્તારોની વાત કરીએ તો ત્યાં જળાશયમાં નવા પાણીની સારી આવક થઈ છે પરંતુ હવે નર્મદા ડેમ પણ ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત ૯૦% જેટલો ભરાઈ જતા પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે.
ગુજરાત રાયની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે તેમાંથી ૧૩૫.૬૫ મીટર એટલે કે ૯૦ ટકા ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવાની શઆત કરવામાં આવી છે.હાલ ૧,૩૪ લાખ કયુસેકસ પાણી છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમના ૩૦ પૈકી ૯ દરવાજા સિઝનમાં પહેલી વખત ખોલી ૧.૩૪ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા વડોદરા, ભચ અને નર્મદા જિલ્લાના ૧૦૦થી વધુ ગામને એલર્ટ કરાયા છે. તંત્રની તકેદારી સાથે નદી કાંઠે પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવી દેવાયું છે. ગઈકાલે સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમ વાર ૧૩૫.૬૫ મીટર પર પહોંચી છે.
મધ્યપ્રદેશના ઇન્દિરાસાગરના ૧૨ અને ઓમકારેશ્વરના ૧૫ દરવાજા ખોલી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડાતા પાણીના પગલે રવિવારે સવારે ૬ કલાકે સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમના ૩૦ પૈકી ૫ દરવાજા સવારે ૬ કલાકે ૧.૫ મીટરથી ખોલી પ્રથમ ૫૦ હજાર કયુસેક પાણી છોડવાનું શ કરાયું હતું. સવારે ૮ કલાથી ડેમના વધુ ૪ મળી કુલ ૯ દરવાજા દોઢ મીટરથી ખોલી નર્મદા નદીમાં ૧૩૪૦૧૧ કયુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
દરવાજા ખોલાયા પાણીની આવક ૩ લાખ ૯ હજાર ૧૨૭ કયુસેક થઈ રહી છે. જેની સામે ૯ દરવાજામાંથી ૯૦ હજાર કયુસેક અને રીવરબેડ પાવર હાઉસમાંથી ૪૩ હજાર કયુસેક નર્મદા નદીમાં ઠલવાતા હાલ બે કાંઠે વહી રહી છે. બપોરે ૨ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૫.૦૨ મીટરને પાર કરી ગઈ છે. ઇનલો ઘટીને ૨.૭૫ લાખ કયુસેક થઈ જતા નદીમાં ૪ હજાર કયુસેક પાણી છોડવાનું ઘટાડાયું છે, યારે ૪ કલાકે ડેમની સપાટી ૧૩૫.૦૯ મીટર થઈ હતી, પાણીની આવક ૨.૪૭ લાખ કયુસેકની સામે ૧.૫૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું હતું. સાંજે ૫ કલાકે ડેમની સપાટી ૧૩૫.૧૨ મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ૨.૪૮ લાખ કયુસેક પાણીની આવક થતાં ૧.૫૬ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું હતું. સાંજે ૬ કલાકે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર ૧૩૫.૧૬ મીટર પુર પહોંચી હતી, ઉપરવાસમાંથી ૩,૦૯,૩૫૯ કયુસેક પાણીની આવક થતાં ૧,૫૭,૦૨૫ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમમાં હાલ ૩૯૨૯ એમ.સી.એમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ ડેમ ૯૦ ટકા ભરાય ચૂકયો છે.હાલ એક કયુસેક પ્રમાણે ૨૮,૩૧૭ લીટર પાણી પ્રતિ સેકેન્ડે વહે છે.જે જોતા ૧.૩૪ લાખ કયુસેક ઠલવાતું પાણીને જોઈએ તો દર સેકન્ડે ૩૭ લાખ લીટર અને પ્રતિ મિનિટે ૨૨.૮૨ કરોડ લીટર પાણી ડેમમાંથી નદીમાં વહી રહ્યું છે.
સરદાર સરોવર બંધમાંથી પાણી છોડવાના પરિણામે ૧૦૦ જેટલા ગામોમાં આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા નાંદોદ તાલુકાના સિસોદ્રા બદામ માંગરોળ ગુવાર રામપુરા રાજપીપળા ઓરી નવાપુરા ધમાણીયા ધાનપુર પચરવાળા અજરપુરા શહેરા વરાછા પોઈચા ડ ગામ ગડેશ્વર સહિતના ગામોને એલર્ટ અપાવ્યું છે.
ચાણોદ ઘાટના ૧૦૮ પગથિયા માંથી પાંચ પગથિયા પાણીમાં ગરકાવ ગઈ કાલે સાંજથી જ થઈ ચૂકયા છે ડભોઇ તાલુકાના નર્મદા કિનારે આવેલા ચાંદોદ કરનાળી ભીમપુરા નંદેરીયા ગામોને રહેવા કલેકટર દ્રારા સૂચના આપવામાં આવી છે આ પાણીનો પ્રવાહ હજુ પણ વધી શકે તેમ છે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકાર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમ ની સપાટીમાં વધારો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech