નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી વખત શપથ લેવા માટે તૈયાર, આ મંત્રીઓનો મંત્રી મંડળમાં સમાવેશ
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવા જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આજે જ તેમની કેબિનેટમાં સામેલ થનારા મંત્રીઓ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લેશે. આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. મોદી સરકારના મંત્રી મંડળમાં 69 સાંસદ મંત્રી બને તેવી શક્યતા છે. ભાજપના તમામ સાથી પક્ષોના દિગ્ગજોને મંત્રી તરીકે શપથ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. જેમને ફોન આવ્યો છે તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાને નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને શપથગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. ખડગે શપથ ગ્રહણમાં હાજરી આપશે કે કેમ તે અંગેનો નિર્ણય ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે. ભારતના પડોશી દેશોના નેતાઓ વડાપ્રધાન અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભુતાનના વડાપ્રધાનને સમારંભમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ મંત્રીઓ શપથ લેશે
ગુજરાત
1. અમિત શાહ
2. એસ જયશંકર
3.મનસુખ માંડવિયા
4.સીઆર પાટીલ
5.નીમુ બેન બાંભણીયા
હિમાચલ
1.જેપી નડ્ડા
ઓડિશા
1.અશ્વિની વૈષ્ણવ
2.ધર્મેન્દ્ર પ્રધાન
3.જુલ ઓરમ
કર્ણાટક
1.નિર્મલા સીતારમણ
2.HDK
3.પ્રહલાદ જોષી
4.શોભા કરંડલાજે
5.વી સોમન્ના
મહારાષ્ટ્ર
1. પિયુષ ગોયલ
2.નીતિન ગડકરી
3.પ્રતાપ રાવ જાધવ
4.રક્ષા ખડસે
5.રામદાસ આઠવલે
6.મુરલીધર મોહોલ
ગોવા
1.શ્રીપાદ નાઈક
જમ્મુ અને કાશ્મીર
1.જિતેન્દ્ર સિંહ
મધ્યપ્રદેશ
1.શિવરાજસિંહ ચૌહાણ
2.જ્યોતિરાદિત્ય સિંધિયા
3.સાવિત્રી ઠાકુર
4.વીરેન્દ્ર કુમાર
ઉત્તર પ્રદેશ
1.હરદીપ સિંહ પુરી
2.રાજનાથ સિંહ
3.જયંત ચૌધરી
4.જિતિન પ્રસાદ
5.પંકજ ચૌધરી
6.બી એલ વર્મા
7.અનુપ્રિયા પટેલ
8.કમલેશ પાસવાન
9.એસપી સિંહ બઘેલ
બિહાર
1.ચિરાગ પાસવાન
2.ગિરિરાજ સિંહ
3.જીતન રામ માંઝી
4.રામનાથ ઠાકુર
5.લલન સિંહ
6.નિર્યાનંદ રાય
7.રાજ ભૂષણ
8.સતીશ દુબે
અરુણાચલ
1.કિરેન રિજિજુ
રાજસ્થાન
1.ગજેન્દ્ર સિંહ શેખાવત
2.અર્જુન રામ મેઘવાલ
3.ભુપેન્દ્ર યાદવ
4.ભગીરથ ચૌધરી
હરિયાણા
1.એમએલ ખટ્ટર
2.રાવ ઈન્દ્રજીત સિંહ
3.કૃષ્ણ પાલ ગુર્જર
કેરળ
1.સુરેશ ગોપી
2.જ્યોર્જ કુરિયન
તેલંગાણા
1.જી કિશન રેડ્ડી
2. બંડી સંજય
તમિલનાડુ
1. એલ મુરુગન
ઝારખંડ
1.સંજય શેઠ
2.અન્નપૂર્ણા દેવી
છત્તીસગઢ
1.તોખાન સાહુ
આંધ્ર પ્રદેશ
1.ડૉ.ચંદ્રશેખર પેમ્માસાની
2.રામ મોહન નાયડુ કિંજરાપુ
3.શ્રીનિવાસ વર્મા
પશ્ચિમ બંગાળ
1.શાંતનુ ઠાકુર
2.સુકાંત મજમુદાર
પંજાબ
1.રવનીત સિંહ બિટ્ટુ
આસામ
1.સર્બાનંદ સોનોવાલ
2.પવિત્ર માર્ગેહરિતા
ઉત્તરાખંડ
1.અજય તમટા
દિલ્હી
1.હર્ષ મલ્હોત્રા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech