ચકલી ઘર આંગણાનું પંખી છે. વર્ષેાથીે માનવજાત સાથે તે હળી મળીને રહે છે. સિમેન્ટ કોક્રીટના મકાનોની નવી રચનાને લીધે ચકલીઓના ઘર છીનવાઈ ગયા છે. ચકલીઓને પોતાનો માળો બાંધવા માટે યોગ્ય જગ્યા ન મળતી હોવાથી ચકલીઓની સંખ્યા ઘટી છે.
આ અંગે ઉપલેટા પંથકના ભાયાવદર ગામના વેપારી નરેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યુ હતું કે ૧૫ વર્ષ પહેલા મેં એક ચકલીનો માળો જોયો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આ શું? ચકલીઓને ઘર નથી મળતું.....નાનપણમાં આપણા ઘર આંગણે ૪૦થી ૫૦ની ચકલીઓના ટોળા જોવા મળતા હતા. અત્યારે બેથી ત્રણ ચકલી જોવા મળે છે. આવો વિચાર આવતા આ બે ત્રણ ચકલીની જગ્યાએ ફરીથી ૪૦થી ૫૦ની સંખ્યા કરવી છે એવો સંકલ્પ કરી તેમણે ચકલીને બચાવવાના આ અભિયાનની શઆત કરી હતી. એક નાનકડા વિચાર સાથે લીધેલો સંકલ્પ આજે વટ વૃક્ષ બની અનેક ચકલીઓને રહેઠાણ પુરા પાડી રહ્યો છે. નરેન્દ્રભાઈ ફળદુએ સર્વપ્રથમ ૨૦૧૦માં ૧૦૦૦ માળા ખરીદી સંપૂર્ણ પોતાના ભાયાવદર ગામમાં લગાડા, ત્યારબાદ ૨ હજાર, ૫ હજાર થી આગળ વધતા ગયા. હાલ અંદાજે ૧૨ હજારથી પણ વધુ ચકલીઓના માળા દર વર્ષે તેઓ લગાડે છે અને તેમના અભિયાનને વેગ આપી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા છેલ્લ ા દસ વર્ષથી વિશ્વ ચકલી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.
બાળકો નાનપણથી જ ચકલી અને પર્યાવરણ બાબતે જાગૃત બને એ માટે નરેન્દ્રભાઈ વધુ ધ્યાન આપે છે. આ માટે તેઓ તેમની ટીમ સાથે દર વર્ષે આજુબાજુના ૨૦ જેટલા ગામડા અને ૨૦ જેટલી સ્કૂલમાં બાળકોને ચકલી બચાવો વિશેની માહિતી આપી અને ચકલીના માળા લગાડે છે. ૨૦૧૦ થી અત્યાર સુધીમાં તેઓ અરણી, સાજડીયારી, ટીંબડી, ખજુરડા, સીદસર, તરવડા, નાના દુધીવદર, વડાળી, મોજ ખીજડીયા, માત્રાવડ, જીવાપર, સત્યા, ભાણવડ, નાગવદર, ગધેથળ, વરજાગં જાળીયા, જામકંડોરણા, જામ દાદર, બરડીયા, ચિત્રાવડ સહિતના આજુબાજુના ૧૦૦ કરતાં વધુ ગામોમાં અને ૨૦૦ કરતાં વધુ સ્કૂલોમાં ચકલી ઘર લગાડી આ અંગે ચકલી વિસે નાના– મોટા સૌને માર્ગદર્શન આપી ચુકયા છે.
દર વર્ષે વિશ્વ ચકલી દિવસના કાર્યક્રમમાં બાળકો ઉત્સાહપૂર્વક રસ લઈ સહભાગી બનતા થાય અને પર્યાવરણ અને પ્રકૃતિ તરફ વળે એ માટે નરેન્દ્રભાઈ દ્રારા એક રેલીનું આયોજન કરવામાં આવે છે, આ ઉપરાંત બાળકોને નિ:શુલ્ક ચકલીના માળાનુ વિતરણ પણ કરવામાં આવે છે. આ ચકલી બચાવો અભિયાનમાં તેમના પત્ની અને બંને બાળકો પણ જોડાયેલા છે. તેમનો દીકરો શ્યામ ગામમાં યારે રાત્રે માળા લગાડવાના હોય ત્યારે સાથે જઈ મદદપ બને છે અને દરેક સ્કૂલમાં પણ સાથે જાય છે.
ચકલી દિવસ માટે તેમણે જણાવ્યું હતુ કે બાળકોને જો નાનપણથી જ આપણે પ્રકૃતિ તરફ વાળીશું અને પ્રકૃતિનું સાચું જ્ઞાન આપશું તો ભવિષ્યમાં તે પ્રકૃતિને બચાવવા માટેના સુંદર કાર્યેા કરી શકશે. બધાએ ભેગા મળી આ ઘર આંગણા ની ચકલી ને એક માળો આપી અને ઘર આંગણે કાયમી ઘરના એક સભ્યની જેમ સાચવવી જોઈએ
સ્વખર્ચે ચકલીના જતન માટે સંકલ્પબદ્ધ
નરેન્દ્રભાઈ પોતે એક વેપારી છે, અને ચકલી માટે તેઓ જે જે કામગીરી કરે છે તેનો ખર્ચ તેઓ પોતે જ ઉપાડે છે. આ ખર્ચમાં ચકલીના માળા, જનજાગૃતિ માટે પોસ્ટર અને બેનર, લોકો સુધી પહોંચવા માટે થતો વાહન વ્યવહારનો ખર્ચ તેઓ પોતે જ કરે છે. તેમની સાથે તેમના પત્ની અને બાળકો શ્યામ તથા ક્રેન્સી ઉપરાંત ૭ લોકોની ટીમ આ અભિયાણમાં જોડાયેલી છે. તેમના પગાર આપવાથી લઈને તેમના રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ તેઓ જ કરે છે.
ચકલી દિવસ નિમિત્તે લોકોને ખાસ સંદેશ
વિશ્વ ચકલી દિવસ ૨૦૨૫ નિમિત્તે લોકજાગૃતિ માટે સંદેશ આપતા નરેન્દ્ર ભાઈ એ જણાવ્યું હતું કે, આપણે દરેક લોકો પ્રકૃતિના ઋણમાં છીએ આ પ્રકૃતિનું ઋણ આપણે વૃક્ષો વાવી પશુ પક્ષીઓનીે સેવા કરી ઘાયલ અને બીમાર ગાય માતાને યોગ્ય જગ્યાએ સારવાર માટે પહોંચાડી અને આવા સેવાકીય પ્રવૃત્તિ કરી અને આપણે આ પ્રકૃતિનું ઋણ ચૂકવવું જોઈએ. ચાલો બધા ભેગા મળી આ ઘર આંગણા ની નાનકડી અને પકડી ચકલી ને એક માળો આપી અને ઘર આંગણે કાયમી આપણા ઘરના એક સભ્યની જેમ સાચવીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આંખોમાં ઝાંખપનું પ્રમાણ વધી રહ્યું છે તો આજે જ આ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો
April 17, 2025 03:43 PMજન કલ્યાણકારી ૧૧ પૈકી ૯ યોજનામાં રાજકોટ જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી, દેશના પાંચ જિલ્લામાં સમાવેશ
April 17, 2025 03:30 PMમસાલા બજારમાં મ્યુનિ.ફૂડ બ્રાન્ચ ત્રાટકી: બ્રાન્ડેડ મસાલા સહિત ૧૦ સેમ્પલ લેવાયા
April 17, 2025 03:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech