મોરબીમાં રહેતી માનસિક અસ્રિ યુવતી સો દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને આજે મોરબી કોર્ટે સજા ફટકારી છે સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને બીજા એડીશનલ સેસન્સ જજની કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે.
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૦૮-૦૭-૨૦૨૨ ના રોજ ભોગ બનનાર યુવતીની માતાએ પોલીસ મકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની દીકરી માનસિક અસ્રિ માસિક ધર્મમાં ના તા મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું અને તે ગર્ભવતી હોવાનું ખુલ્યું હતું જેી કોઈએ દીકરીની ઈજ્જત લુંટી હશે તે અંગે તપાસ કરતા આરોપી લાલો ઉર્ફે જયેશ અશ્વિન લોહાણાએ દીકરીની મરજી વિરુદ્ધ ત્રણેક માસ પૂર્વે બદકામ કરી ધમકી આપી હતી જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. જે કેસ સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને બીજા એડીશનલ સેશન્સ જજ મોરબી વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ આરોપી વિરુદ્ધ અદાલતમાં ૧૧ મૌખિક પુરાવા અને ૩૪ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિન મીરાણીને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (એલ) મુજબના ગુનામાં આરોપી જયેશ મીરાણી રહે પ્રધાનમંત્રી આવાસ યોજના, દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ મોરબી વાળાને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂ ૨ લાખનો દંડ અને દંડ ભરવામાં કસુર યે વધુ ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
તેમજ એત્રોસીતી એક્ટની કલમ મુજબ આરોપીને દશ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧ લાખનો દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે આરોપીને કરવામાં આવેલ દંડની કુલ રકમ રૂ ૩ લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા કોર્ટે હુકમ કર્યો છે તેમજ હુકમની એક નકલ જીલ્લ ા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીને ગુજરાત વિકટીમ કમ્પેઝીશન (એમેન્ડમેન્ટ) સ્કીમ ૨૦૧૯ અંતર્ગત ભોગ બનનાર ને મળવા પાત્ર વળતર ચુકવવા સંબંધે જરૂરી કાર્યવાહી ર્એ મોકલી આપવા આદેશ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech