જેતપુરમાં ભોગીધાર વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું તાજું જન્મેલું શિશુ મળી આવતા પોલીસે હાથ ધરેલી તપાસમાં વિસ્તારમાં જ રહેતા નરાધમે પ્રેમ સંબંધોના નામે સગીરાને કુંવારી માતા બનાવી દેતા નરાધમે પોતાનું પાપ છૂપાવવા સગીરા પાસેથી શિશુને ઝુંટવી લઈને નવેરામાં ત્યજી દીધું હોવાનું ખુલતા પોલીસે પીડિતાના પરિવારની ફરિયાદના આધારે અજય પોપટલાલ ગોહેલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
શહેરના ભોજાધાર વિસ્તારમાં દશામાંના મંદિર પાસે વહેલી સવારના પાંચેક વાગ્યે એક બાળકના રડવા જેવો અવાજ આવતા હતો. જેથી સ્થાનિક રહેવાસી શિવમ પાંડે નામના યુવાન અને તેની પત્નીએ ઘરની બહાર નિકળતા બાજુમાં આવેલ નવેરામાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો. ત્યાં જઈને જોતા એક તાજું જન્મેલ બાળક કોઈ પણ વક્ર વગરનું પડું હતું અને રડતું હતું. અને હજુ તેની નાળ પણ બાળક સાથે જોડાયેલ હતી. જેથી આ દંપતીએ બાળકને ત્યાંથી લઈ તરત જ આજુબાજુ પડોશમાં જાણ કરતા લોકો ભેગા થઈ ગયા હતા.
બાદમાં કેટલીક મહિલાઓએ બાળકની નાળ કાપી હતી અને શિવમ પાંડેએ પોલીસ તેમજ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ બંને સાથે પહોંચ્યા હતાં. અને બાળકને ત્યાંથી લઈ સારવાર માટે સરકારી હોસ્પીટલ લઈ ગયા હતાં. બીજીબાજુ પોલીસે બાળકને જન્મ આપ્યો હોવાની પોલીસને વિગત સાપડતા તેના પરીવારજનોની નોંધી હતી. પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. અને ત્યાં યુવતીની પૂછપરછ હાથ ધરી હતી.
જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં તાજું જન્મેલ બાળક ત્યજી દીધેલના બનાવમાં સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. આ ફરીયાદ અંગે વિગત આપતા સીટી પીઆઇ એ, ડી. પરમારે જણાવેલ કે, ભોગ બનનાર સગીરા પંદર વર્ષની ઉંમર ધરાવે છે અને તેણીને ભોજાધાર વિસ્તારમાં રહેતો અજય પોપટભાઈ ગોહેલ ઉવ ૨૩ નામના યુવાન સાથે છેલ્લ ા બે વર્ષથી પ્રેમ સંબધં હતો. જેથી સગીરાના ઘરે રાતના સમયે ઘરની વંડી ટપીને આરોપી ઘરમાં આવતો અને તેણીને ભોળવી તેણી સગીર હોવાની જાણ હોવા છતાં તેણી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી. સગીરા શરીરમાં હેલ્ધી હોય તેણીના પરીવારજનોને બાળકના જન્મ સુધી સગીરા ગર્ભવતી થઈ ગઈ છે તે અંગે કઈં જાણ જ ન હતી. ગતરાતે પણ આરોપી શખ્સ અજય સગીરાના ઘરે વંડી ટપીને આવ્યો હતો ત્યારે તેણીને પ્રસવ પીડા ઉપડાટ બાથમમાં જતા તેનીને સુવાવડ થઈ ગઈ અને બાળકને જન્મ આપ્યો હતો. બાથમમાંથી બાળક લઈને આવી સગીરાએ અજયને બતાવતા આરોપી અજયે પોતાનું પાપ છુપાવવા બાળકને નવેરામાં તરછોડી દીધું હતું. પોલીસ તરછોડાયેલ બાળકને સારવાર માટે હોસ્પીટલ લઈ જતા ડોકટરે બાળક તંદુરસ્ત હોવાનું જણાવેલ. જેથી પોલીસે બાળકની જરીયાતની તમામ સાધન સામગ્રી લઈ પુષ જાતીના આ બાળકને રાજકોટ બાલાશ્રમ ખાતે મોકલી દીધો હતો.
અને આરોપી શખ્સ અજય સામે બીએનએસ ૬૫(૧), ૯૩ અને પોકસો ૬ સગીર હોવાની જાણ હોવા છતાં દુષ્કર્મ ગુજરી તેણીને ગર્ભવતી બનાવી, જન્મેલ બાળકને ત્યજી દેવાની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech