મુંબઈમાંથી એક ચોંકાઉનારી ઘટના સામે આવી છે. 16 વર્ષની એક સગીરા ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો એ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ યુનિટે સગીરાને શોધી કાઢી. તપાસ દરમિયાન સગીરાએ ખુલાસો કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતા.
એક અધિકારીએ ગઇકાલે આ માહિતી આપી હતી, કે મધ્ય મુંબઈના તારદેવ વિસ્તારમાંથી 16 વર્ષની એક છોકરી ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. FIR નોંધાયાના 2 દિવસની અંદર ક્રાઈમ બ્રાન્ચ યુનિટે સગીરાને શોધી કાઢી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીર પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું, કારણ કે તેના પિતા પાંચ વર્ષથી તેના પર બળાત્કાર કરતા હતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટે પિતાની ધરપકડ કરી છે જે તેની સગીર પુત્રી પર છેલ્લા 5 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો.
તારદેવ પોલીસ સ્ટેશને પિતા વિરુદ્ધ BNSની કલમ 64 (f), 64 (i), 64 (m), 74, 65 (1), 115 (2) અને કલમ 4, 6, 6 હેઠળ કેસ નોંધ્યો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 8 અને 12 સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પીડિતા ઘરેથી ભાગી ગયા બાદ 2 દિવસ સુધી ક્યાં રહી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના પરિવારના અન્ય સભ્યો વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રાઝિલમાં પ્લેન મકાન પર ક્રેશ: ૧૦નાં મોત
December 23, 2024 11:03 AMધર્મની ગેરસમજને કારણે દુનિયાભરમાં અત્યાચાર થઈ રહ્યા છે: મોહન ભાગવત
December 23, 2024 11:02 AMપોલીસ ચોકી પર બોમ્બ ફેંકનારા ત્રણ ખાલિસ્તાની આતંકવાદીનું એન્કાઉન્ટર
December 23, 2024 11:00 AMલોન નહીં ભરનારાને છ માસમાં જ વિલફુલ ડિફોલ્ટર જાહેર કરો
December 23, 2024 10:56 AMઆતંકને આશરો આપનારાનો નાશ કરાશે: મોદી
December 23, 2024 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech