રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સૂત્રને ધ્યાનમાં રાખી 17 સપ્ટેમ્બરથી આગામી તારીખ 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં આ પ્રકારનું અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું સીમિત રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જ્યાં કોઈ પ્રકારની ગંદકી કે કચરા નથી ત્યાં હાથમાં સાવરણા પકડી ફોટા પડાવવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓ ઊભા રહી જાય છે. પરંતુ અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં કચરા અને ગંદકીના સામ્રાજ્યને કારણે લોકો રહી પણ ન શકે તેવી સ્થિતિ છે. આવું એક સ્થળ અટીકાના પરમેશ્વર નગરમાં આવેલું નંદઘર છે.
ભુલકાઓ માટેના આ નંદઘરમાં બાળકો માટે રૂમાલ રાખીને પણ અંદર પ્રવેશી ન શકે તેવી ખરાબ સ્થિતિ હોવાનું પરમેશ્વર નગરના લોકો જણાવી રહ્યા છે. પોતાની આ વાતના સમર્થનમાં પરમેશ્વર નગરના લોકોએ ફોટા પાડીને જણાવ્યું છે કે અહીં એટલી બધી ગદકી અને કચરો છે કે બાળકોને નંદ ઘરમાં પ્રવેશવાનું મુશ્કેલ બની ગયું છે.
જો ગમે તેમ કરીને નંદ ઘરમાં પ્રવેશ મેળવી લે તો પણ ત્યાં બેસી શકવાનું શક્ય નથી તેટલી હદે દુર્ગંધ ફેલાય છે.
વાત માત્ર ગંદકીની કે કચરાની નથી...આ વિસ્તારમાં નંદ ઘરની આજુબાજુમાં છેલ્લે સાવરણાનો સ્પર્ષ જમીનને ક્યારે થયો હશે તે કોઈને યાદ નથી. નંદઘરમાં પ્રવેશવા માટેનો જે ડેલો છેતેની આસપાસ વાસણ- ભંગારનો એટલો મોટો ખડકલો કરી દેવાયો છે કે બાળકો માટે નો -એન્ટ્રી જેવું બની ગયું છે. આ બધું દૂર કરીને સરખું કરવાના બદલે અધિકારીઓએ પણ નંદઘર ખોલવાનું જ બંધ કરી દીધું છે અને કચરા તથા ભંગારના દબાણ સામે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેવું
લાગે છે.સૌથી વધુ મહત્વની બાબત તો એ બની રહી છે કે નંદ ઘર કે તેની આસપાસ ગંદકી ફેલાવનાર કે કચરો ફેકનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે,પરંતુ આ બોર્ડની બરાબર નીચે જ કચરાના ઢગલા પડ્યા છે.
મહાનગરપાલિકાના સત્તાવાળાઓને જો ફોટો સેશનમાંથી અને સ્વચ્છતાના નામે પ્રચારમાંથી થોડો સમય મળે તો આ તરફ ધ્યાન આપવા જેવું છે
તેવી લાગણી અને માગણી અટીકામાં આવેલા પરમેશ્વર નગરના લોકોની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech