લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલાના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે કોના નામની જાહેરાત થશે તે મામલે હજુ સસ્પેન્સ જળવાયેલું છે. દરરોજ નવા નવા નામો બહાર આવી રહ્યા છે પરંતુ હવે એકાદ બે દિવસમાં જ લિસ્ટ જાહેર થવાનું હોવાથી ગમે તે ઘડીએ આ મામલે સ્પષ્ટ્રતા થઈ જશે.
બે દિવસ પહેલા સીટ શેરિંગના મામલે સમજૂતીના ભાગપે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જ એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની જેની નિમણૂક થઈ છે તેવા ચંદુભાઈ વઘાસીયાનું નામ બોલાયું હતું. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સીટ શેરિંગની કોઈ સમજૂતી થઈ ન હોવાથી વઘાસીયાનું નામ હાંસિયામાં ધકેલાઈ ગયું છે.
ભાજપના ઉમેદવાર પાલા મૂળ અમરેલીના છે અને કડવા પાટીદાર સમાજના આગેવાન છે. તેની સામે મૂળ અમરેલીના અને લેઉવા પટેલ સમાજના આગેવાન ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીનું નામ બોલાઈ રહ્યું છે.જો પરેશભાઈ ધાનાણીનું નામ ગમે તે કારણે ફાઈનલ નહીં થાય તો જ્ઞાતિવાદના સમીકરણોના આધારે આવું બીજું મોટું નામ માંધાતા કોળી સમાજના આગેવાન અને વાંકાનેરમાંથી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભાની ગત ચૂંટણી લડનાર વિક્રમ સોરાણીનું નામ બોલાઈ રહ્યું છે.
કોંગ્રેસના પ્રબળ દાવેદારોના લિસ્ટમાં આવું જ બીજું નામ ઉપલા કાંઠા વિસ્તારમાં ૬૮ રાજકોટ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું પાડીને ચૂંટાઈ આવેલા ઇન્દ્રનીલ રાયગુનું બોલાઈ રહ્યું છે. ૬૮ રાજકોટ વિધાનસભા બેઠક પર ચૂંટાયા પછી ઈન્દ્રનીલ રાયગુ ૬૯ રાજકોટ પશ્ચિમમાં ચૂંટણી લડા હતા અને અહીં વિજયભાઈ પાણી સામે તેનો પરાજય થયો હતો.
કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને વ્યવસાયે ડોકટર એવા હેમાંગભાઈ વસાવડાનું નામ પણ કોંગ્રેસના રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે બોલાઈ રહ્યું છે. જોકે ઈન્દ્રનીલ રાયગુની જેમ તે પણ જ્ઞાતિવાદના સમીકરણમાં ફિટ બેસતા નથી.રાજકોટ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા ને પણ ટિકિટ માટેના પ્રબળ દાવેદારોમાં એક ગણવામાં આવે છે. હિતેશભાઈ વોરા ધારાસભાની ચૂંટણીમાં ૭૦ રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશભાઈ ટીલાળા સામે લડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech