પીજીવીસીએલ દ્વારા વિજકાપથી ઓખામંડળ વાસીઓને થતી સમસ્યા અંગે નગરપાલીકા સદસ્ય અમરભાઇ ગાંધી દ્વારા ઉર્જામંત્રીને ટ્વીટ કરી ફરીયાદ

  • April 01, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા નગરપાલીકાના વોર્ડ નં.4 ના ચૂંટાયેલાં ભાજપના સદસ્ય તેમજ ઓખા શહેર યુવા ભાજપ પ્રમુખ અમરભાઇ ગાંધીએ ટવીટ કરી રાજયના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલને ઓખામંડળ વિસ્તારમાં પીજીવીસીએલની ઓખા પેટા વિભાગીય કચેરી દ્વારા અવારનવાર આખો-આખો દિવસનો વિજકાપ મૂકી દર સપ્તાહે આવો મેન્ટેનન્સના નામે વિજકાપ મૂકાતો હોય સવારે 8-00 થી સાંજે 6-00 દરમ્યાન આખા દિવસના વિજકાપથી ઓખા, સુરજકરાડી તેમજ હમુસર પાડલ, બેટ, શામળાસર સહિતના ફીડર અંતર્ગત વિજકાપ મૂકાતો હોવા અંગે રાજય મંત્રીને ફરીયાદ કરી આ અંગે ઘટતું કરવા અને સ્થાનીકોને પડતી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે. જાહેર જનતાને પડતી સમસ્યાઓ છતાં આ પહેલાં પણ પીજીવીસીએલ કચેરીએ આવો મનસ્વી કાપ મૂક્યા હોવાની ફરીયાદ પણ કરાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS