નાગાર્જુનને ભૂલનો અહેસાસ થયો, દિવ્યાંગ ચાહકને મળીને ગળે લગાડ્યો

  • June 27, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોડીગાર્ડએ વિકલાંગ ચાહકને ધક્કો માર્યાની ઘટના બાદ નાગાર્જુનની માનવતા સામે થયા હતા સવાલો

થોડા સમય પહેલા તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુનનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વિડિયોમાં તેના અંગરક્ષકો સાથે આગળ વધી રહ્યો હતો જ્યારે એક વિકલાંગ ચાહક તેને મળવા માટે આગળ વધે છે. આ દરમિયાન તેનો બોડીગાર્ડ તેને ધક્કો મારી પાછળ ધકેલે છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકો નાગાર્જુનની ટીકા કરી રહ્યા હતા. ઘણા લોકોએ કહ્યું કે નાગાર્જુને ત્યારે આ અંગે પ્રતિક્રિયા આપવી જોઈતી હતી.પરંતુ એ વખતે તેને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.
હવે અભિનેતાએ પોતાની સાદગી બતાવી અને તેના ફેન્સને મળ્યો અને તેનો ફોટો પણ ક્લિક કરાવ્યો. બુધવારે નાગાર્જુન મુંબઈ એરપોર્ટની બહાર એક ચાહક સાથે વાત કરતો જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુલાકાત દરમિયાન જ્યારે ચાહક નાગાર્જુનની માફી માંગવા માંગતો હતો, ત્યારે અભિનેતાએ કહ્યું, "અરે સોરી , મત ફિલ કરો" એ ભૂલ તમારી નહીં અમારી હતી.નાગાર્જુનના આ વર્તનથી આશા છે કે ફેન્સ અને અભિનેતા વચ્ચેની તમામ ફરિયાદો દૂર થઈ ગઈ હશે.
પ્રથમ ઘટના પછી તરત જ નાગાર્જુને વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી માફી માંગી. તેણે લખ્યું, “આ હમણાં જ મારી જાણમાં આવ્યું…આવું નહોતું થવું જોઈતું હતું. હું આ સજ્જનની માફી માંગુ છું અને ભવિષ્યમાં આવું ન બને તે માટે જરૂરી સાવચેતી રાખીશ.
નાગાર્જુન ધનુષ સાથે તેની આગામી ફિલ્મના એક ભાગના શૂટિંગ માટે મુંબઈમાં હતા. આ જોડી ડી 51 માટે શૂટિંગ કરી રહી છે, જેનું નિર્દેશન શેખર કમમુલા કરી રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કલાકારો જુહુ બીચ પર જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application