અટલ સરોવર પાસે જાહેરમાં બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરનારા નબીરાઓ ઝડપાયા

  • September 27, 2024 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના નવા દોઢસો ફટ રિંગ રોડ પર જાહેરમાં ચાર જેટલી મોંઘેરી કારના બોનેટ પર ચારથી વધુ કેક રાખી ફટાકડા ફોડી નબીરાઓ દ્રારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ પોલીસે તપાસ શ કરી હતી.દરમિયાન યુનિ.પોલીસે આ મામલે સાત શખસો સામે ગુનો નોંધ્યો છે.જે પૈકી પાંચને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે,શહેરના નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અટલ સરોવર પાસેના રસ્તા નજીક ચાર જેટલી મોંઘેરી કારમાં નબીરાઓ રસ્તા પર જ આ કાર ઊભી રાખી કારના બોનેટ પર ચાર કેક મૂકી ફટાકડાઓ ફોડી જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવું જણાઇ છે.
જાહેર રસ્તાને બાનમાં લઇ આ રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હોય જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યારે વાત પોલીસ સુધી પણ પહોંચી હતી. પોલીસે જે સોશિયલ મીડિયા આઈડી પર આ વિડીયો મૂકવામાં આવ્યો હતો તે આઈડીના આધારે આ રીતે કાયદાની પરવાહ કર્યા વગર જાહેરમાં રસ્તો બાનમા લઈ જન્મદિવસની ઉજવણી કરનાર નબીરાઓને શોધી કાઢવા યુનિ.પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન વાયરલ થયેલા આ વીડિયોના આધારે આ નબીરાઓને ઓળખી કાઢયા હતાં.આ મામલે યુનિ. પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલાની ફરિયાદના આધારે આરોપી દીગ્પાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ ભરતસિંહ વાઘેલા, હેતાંક્ષ અનિલભાઈ વાઘેલા,રાજવીરસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, યશ પરેશભાઈ ગર,સાહિલ સલીમભાઈ સાંધ અને રાજન ભીમાભાઇ બાંભવા સામે જાહેરમાં બર્થ ડે પાર્ટીનું સેલિબ્રેશન કરી જાહેર રોડ ઉપર અડચણપ બની તેમજ આડેધડ ફટાકડા ફોડી માનવ જિંદગી જોખમાય તેવું કૃત્ય આચરવા અંગે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ પૈકી પાંચને ઝડપી લીધા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application