એનએક્સપી અને જિયો પ્લેટફોર્મ્સ સંયુક્ત રીતે ભારતમાં ‘5-જી’ ના ઉપયોગને બહેતર બનાવશે

  • June 30, 2021 11:50 AM 

એનએક્સપી સેમિકન્ડક્ટર અને જિયો પ્લેટફોર્મે ભારતમાં ‘5-જી’ના ઉપયોગન બહોળો ફેલાવો કરવા માટે હાથ મિલાવ્યા છે, તેમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ‘5-જી’ એનઆર (ન્યૂ રેડિયો) ઓ-રાન સ્મોલ સેલ સોલ્યૂશનના અમલીકરણ માટે આ ભાગીદારી કરવામાં આવી છે જેમાં એનએક્સપીના ‘લેયરસ્કેપ’ શ્રેણીના મલ્ટીકોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. ઓપન રેન એટલે કે ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક આર્કિટેક્ચર એ ટેલિકોમ ઉદ્યોગનો શબ્દ છે જે વિવિધ વેન્ડર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો અને સોફ્ટવેર્સ સહિતના ઉપકરણોનો તથા રેડિયો એક્સેસ નેટવર્કની ઇન્ટરઓપરેબિલિટી અને સ્ટાન્ડર્ડાઇઝેશનને દર્શાવવા માટે વપરાય છે.

“આ કમ્બાઇન્ડ સોલ્યૂશન રેન નેટવર્ક ચલાવે છે જે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે અને ઔદ્યોગિક ક્રાંતિ 4.0 અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (એલઓટી) એપ્લિકેશન્સ, ટેલિ-મેડિસિન, ટેલિ-એજ્યુકેશન, ઓગમેન્ટેડ/વર્ચ્યુઅલ રિયાલિટી, ડ્રોન-બેઝ્ડ એગ્રિકલ્ચરલ મોનિટરિંગ ઉપરાંત બ્રોડબેન્ડ એક્સેસ સહિતના ‘5-જી’ આધારિત ઉપયોગો સરળ બનાવે છે,” તેમ એક નિવેદનમાં એનએક્સપીએ જણાવ્યું હતું. જિયો પ્લેટફોર્મ્સ તેના ‘5-જી’ એનઆર સોલ્યૂશન્સમાં એનએક્સપીના લેયરસ્કેપ પ્રોસેસરનો ઉપયોગ કરીને હાઇ પર્ફોર્મન્સ અને ફ્લેક્સિબિલિટીનો લાભ મેળવશે.

“બંને કંપનીઓના જોડાણથી ઉપયોગકર્તાઓને એક મજબૂત ટેક્નોલોજી મળશે જેનું 3.5 ગીગાહર્ટઝ સ્પેક્ટ્રમમાં 100 મેગાહર્ટઝ ચેનલ બેન્ડવિડ્થ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનો મહત્તમ ડેટા રેટ 1 જીબીપીએસથી વધુ આવ્યો હતો,” તેમ પણ જણાવવામાં આવ્યું હતું. આ ટેક્નોલોજી અનેક સેગમેન્ટમાં પર્ફોર્મન્સને આગળ લઈ જશે, એટલું જ નહીં સ્માર્ટ સિટી, સ્માર્ટ હોમ્સ, હેલ્થ અને એજ્યુકેશન ક્ષેત્રે અનેક નવીન એપ્લિકેશન્સ ચલાવવામાં મદદરૂપ થશે. ઉપરાંત તમામ મોબાઇલ ઉપયોગકર્તાઓની ડેટા ડાઉનલોડ સ્પીડના અનુભવને પણ બહેતર બનાવશે.

“આ સંયુક્ત સાહના પરિણામે, જિયો પ્લેટફોમ્સ લિમિટેડના ‘5-જી’ એનઆર રેડિયો સોલ્યૂશન્સ આગામી પેઢીના રાન નેટવર્ક ઉચ્ચ ગુણવત્તા પ્રદાન કરશે, તેનાથી ઘરની અંદર કે બહાર પર્ફોર્મન્સ બહેતર બનાવશે, એટલું જ નહીં ‘5-જી’ આધારિત અનેક ઉપયોગો કરી શકાશે,” તેમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. સરળ રીતે કહીએ તો, ‘5-જી’ ટેક્નોલોજી અને સેવાઓ ઉપયોગકર્તાઓને જોરદાર સ્પીડ, લો લેટેન્સી કમ્યુનિકેશન્સ પૂરા પાડશે. આ ઉપરાંત આ નેટવર્ક સાથે જોડાયેલા ડિવાઇસ, ‘5-જી’ સક્ષમ સ્માર્ટફોન, એન્ટરપ્રાઇઝ લેપટોપ્સ અને એલઓટી સોલ્યૂશન્સના ઉપયોગનો અનુભવ પણ બહેતર બનાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS