અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે
માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઘણી પ્રથમ ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, 5 વિશ્વ-કક્ષાના સ્થળો પર 700 થી વધુ શોનું આયોજન કર્યું, 670થી વધુ અતુલ્ય કલાકારોને મંચ આપ્યો, અને ચાર સીમાચિહ્નરૂપ વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શનોનું આયોજન કર્યું! તેના કદરદાનો વૈવિધ્યપૂર્ણ સમુદાયોના સતત પ્રેમ અને સહયોગની ઉજવણી કરવા માટે કલ્ચરલ સેન્ટરે વિશિષ્ટ રીતે ક્યુરેટેડ લાઇવ પર્ફોમન્સ અને અનોખા વિઝ્યુઅલ આર્ટ પ્રદર્શન સહિતના ખાસ અનિવર્સરી પ્રોગ્રામનું આયોજન કર્યું છે.
આ પ્રસંગે ફાઉન્ડર અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “ઊંડા ગર્વ, આનંદ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા કલ્ચરલ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં NMACCમાં દસ લાખ કરતાં વધારે પ્રેક્ષકોએ બ્લોકબસ્ટર ભારતીય મંચન, શ્વાસથંભાવી દેનારા વૈશ્વિક પર્ફોમન્સીસ, આશ્ચર્યચકિત કરી દેતા આર્ટવર્ક, અને સમગ્ર ભારતમાંથી આવતા પારંપારિક હેન્ડીક્રાફ્ટ્સ માણ્યાં છે. અમારા પ્રેક્ષકોના પ્રેમ અને સહયોગ તથા અમારા કલાકારોના વિશ્વાસ અને ઉત્સાહ માટે અમે આભારી છીએ. ઘણી પ્રથમ ઘટનાઓનું આ અદ્દભૂત વર્ષ હતું, જેમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાને પ્રદર્શિત કરવામાં આવી. અને અમારી યાત્રા તો હજુ પ્રારંભ થઈ છે!”
તેના બહોળા સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરતા, સાંસ્કૃતિક કેન્દ્રના (2023માં થયેલા) બ્લોકબસ્ટર પ્રારંભનું માર્ગદર્શન સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીના ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાના પ્રદર્શન માટેના વિઝન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણ અવિસ્મરણીય દિવસોમાં, કલા અને સંસ્કૃતિના ઉત્સાહીઓ કલ્ચરલ સેન્ટરના ભારતથી પ્રેરીત પ્રદર્શનોનો બહોળો વારસો ધરાવતા, ભારતના સૌથી મોટા રંગમંચ સર્જન ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઈઝેશન ટુ નેશન’; કોસ્ચ્યુમ કલા પ્રદર્શન ‘ઇન્ડિયા ઇન ફૅશન’; અને આર્ટ હાઉસનું ઉદ્ઘાટન કરનારા એક અનોખા વિઝ્યુઅલ આર્ટ શૉ ‘સંગમ/કોન્ફ્લુઅન્સ’ ની પ્રથમ ઝલક મેળવવા માટે એકત્રિત થયા હતા.
ત્યારથી, કલ્ચરલ સેન્ટર પ્રેક્ષકોને આઇકોનિક ઇન્ટરનેશનલ એક્ટસ એન્ડ એક્ઝિબિટ્સનું આયોજન કરીને આનંદની અનુભૂતિ કરાવે છે. ભારતમાં ઘણાં સમયથી રાહ જોવાઈ રહેલા બ્રોડવે અને વેસ્ટ એન્ડનો પ્રારંભ પણ કર્યો. ભવિષ્યની પેઢીઓ માટે ભારતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને પ્રોત્સાહન આપવાના શ્રીમતી નીતા અંબાણીના વચન અનુસાર, સેન્ટરના અનોખા આર્ટ્ એન્ડ ક્રાફ્ટ એક્પોઝિશન ‘સ્વદેશ બાય રિલાયન્સ ફાઉન્ડેશન’ દ્વારા સમગ્ર ભારતમાંથી 30 જેટલા વિવિધ આર્ટ ફોર્મને પ્રદર્શિત કરવામાં આવ્યા. કલ્ચરલ સેન્ટરના 2000 સીટ ધરાવતા ધ ગ્રાન્ડ થીએટરમાં વર્ષગાંઠની ઉજવણી સંદર્ભમાં એક્સક્લુઝીવ કાર્યક્રમોના આયોજનમાં ભારતની સર્વોત્તમ પ્રતિભાઓ પોતાની કળાને પ્રદર્શિત કરશે. અમિત ત્રિવેદીએ 30 માર્ચના રોજ પોતાનું પર્ફોમન્સ આપ્યું હતું, જ્યારે ભારતીય ક્લાસિકલ ગાયિકા કૌશિકી ચક્રબર્તીએ માર્ચ 31ના રોજ પોતાનું પર્ફોમન્સ દ્વારા ભારતીય ક્લાસિકલ ગાયિકાઓને શ્રધ્ધાંજલિ આપી. અજય-અતુલ તેમના પ્રિય હિટ્સ ગીતો 6 એપ્રિલના રોજ રજૂ કરશે અને ‘ખલાસી’થી પ્રસિધ્ધિ પામેલા ગાયક આદિત્ય ગઢવી 7 એપ્રિલના રોજ ગુજરાતી લોક સંગીતની પ્રસ્તુતી કરશે. ‘ધ સ્ટુડિયો થીએટર’ અને ‘ધ ક્યુબ’માં પણ ક્લાસિકલ, સુફી, ઇન્ડી મ્યુઝિક, કન્ટેમ્પરરી ડાન્સ, અને થીએટરના ઘણાં મનમોહક શોનું આયોજન કરવામાં આવ્યું છું. ઉજવણીના વાતાવરણને ટિકિટ ખરીદીને માણવાના આયોજનો દ્વારા સિમિત નહીં રાખતાં સેન્ટરના દરેક ખૂણામાં લાઇવ મ્યુઝીક એક્ટ્સ અને પર્ફોમન્સનું આયોજન કરાશે.
આ એનિવર્સરીની સાથે યોગાનુયોગે, ધ આર્ટ હાઉસે સૌથી નવીનતમ અર્વાચીન ભારતીય કલાકારો દ્વારા તૈયાર કરાયેલા રસતરબોળ કરી દેતા સ્થાપત્યોના અદભુત પ્રદર્શન ‘લિમિનલ ગેપ્સ’ માટે પણ (31મી માર્ચ – 9મી જૂન) પોતાના દ્વાર ખોલ્યા છે. આ શોમાં આયેશાસિંઘ, રક્સ મીડિયા કલેક્ટિવ, આસિમ વકિફ અને આફરાહ શકિફ દ્વારા તેમની કારકિર્દીના કેટલાક સૌથી મોટા સ્તરના પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરાયા છે. મફાલ્દા મિલ્લિસ કહાન અને રોયા સાશે ક્યુરેટ કરેલા અને TRIADICના એલિઝાબેથ એડલમેન સાશના એક્ઝિક્યુટિવ પ્રોડક્શનમાં બનેલું આ સેન્ટર ખાતેનું એવું પ્રથમ પ્રદર્શન છે જેમાં ભારતીય કલાકારોની કલાકૃતિઓને એક્સક્લુઝિવલી દર્શાવાશે.
એનિવર્સરીની ઉજવણીથી પણ આગળ વધીને, એનએમએસીસીની પ્રોગ્રામિંગ શ્રેણીમાં અખૂટ કાર્યક્રમોની હારમાળા રહેલી છે. સેન્ટર ખાતે આ સમરનો શુભારંભ ધ રોયલ શેક્સપિયર કંપનીના ‘માતિલ્દા ધ મ્યુઝિકલ’થી થઈ રહ્યો છે, જેને ધ ગ્રાન્ડ થિએટર ખાતે (16મી મેથી શરૂ થશે) સૌપ્રથમવાર દર્શાવવામાં આવશે. નવી ક્ષિતિજોની શોધના વધુ એક પ્રયાસરૂપે, ભરતનાટ્યમ કલાકાર પદ્મશ્રી શોભના તથા તેમના નૃત્ય કલાકારોનું વૃંદ મુંબઈમાં પહેલીવાર ‘સેલિબ્રેટિંગ ધ સુપ્રીમ બાય શોભના એન્ડ એન્સેમ્બલ’ થકી તેમની અદભુત કોરિયોગ્રાફીની પ્રસ્તુતિ કરવા સજ્જ છે. આના થકી પ્રેક્ષકોને કલાના સ્વરૂપની પરંપરાગત અને અર્વાચીન શૈલીનો અનોખો સંગમ માણવાની તક સાંપડશે.
સૌપ્રથમ પ્રસ્તુતિની સમૃદ્ધ પરંપરાને આગળ વધારતા, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર હવે તેની અદ્દભુત સફરને આગળ ધપાવીને કલા અને સંસ્કૃતિ સાથે લોકોને જોડાયેલા રાખવાની સમગ્ર શૈલીમાં પરિવર્તન લાવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech