એનઆઈએની ટીમ બેંગલુરુ સહિત 7 રાજ્યમાં ત્રાટકી, 17 સ્થળે દરોડા

  • March 05, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગલુરુમાં આતંકવાદી ષડયંત્રના સંબંધમાં સાત રાજ્યોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ગયા વર્ષે ડિસેમ્બરમાં બેંગલુરુમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવ્યા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એલર્ટ બની ગઈ છે. રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સાત રાજ્યમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા છે.

સોમવારે જ કેન્દ્ર સરકારે બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટની તપાસનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી હતી. આ મામલામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને તેલંગાણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને તેલંગાણામાંથી એક શકમંદની ધરપકડ કરી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં એનઆઈએએ એવા સ્થળોની તપાસ કરી હતી જ્યાં આતંકવાદીઓ સંકળાયેલા હોવાની આશંકા હતી. ગયા વર્ષે 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કણર્ટિકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ની ટીમે મહારાષ્ટ્રના પુણે, મીરા રોડ, થાણે અને કણર્ટિકના બેંગ્લોર સહિત 44 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે મોટી માત્રામાં રોકડ, ધારદાર હથિયાર, ઘણા દસ્તાવેજો, સ્માર્ટફોન અને બીજી ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.
અત્યારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી બેંગ્લોરમાં આતંકવાદી ષડયંત્રના સંબંધમાં સાત રાજ્યોમાં સર્ચ ચલાવી રહી છે. જાણીતું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગ્લોરમાં રાજભવનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બેંગ્લોરના અડધા ડઝનથી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application