દેશમાં ૪૦થી વધુ સ્થળો પર NIAના દરોડા

  • December 09, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ આજે મોટી કાર્યવાહી હાથ ધરતા દેશભરમાં ૪૦થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શ કયુ છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ વહેલી સવારે દરોડા પાડા હતા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ષડયત્રં વિદ્ધ મોટી કાર્યવાહી કરતા દેશભરમાં અલગ–અલગ ૪૦થી વધુ સ્થળો પર એક સાથે મોટા દરોડા પાડા છે.મહારાષ્ટ્ર્રમાં મોટાભાગના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાં થાણે ગ્રામીણ, થાણે શહેર, પુણે–મીરા ભાયંદરનો સમાવેશ થાય છે. આ સિવાય કર્ણાટકમાં પણ એક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.


આ દરોડામાં સૌથી મોટી વાત એ છે કે દરોડા થાણેના ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહ્યા છે.એનઆઈએ ના દરોડા દરમિયાન આતંકવાદીઓના આંતરરાષ્ટ્ર્રીય જોડાણો અને વિદેશી–આધારિત આઈએસઆઈએસ હેન્ડલર્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યેા છે. એનઆઈએ ના આ સર્ચ ઓપરેશનમાં ભારતમાં આઈએસઆઈએસની આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ લોકોના જટિલ નેટવર્કનો પણ ખુલાસો થયો છે.

આ નેટવર્કે આઈએસઆઈએસના સ્વ–ઘોષિત નેતા પ્રત્યે વફાદારી લીધી હતી અને નેટવર્ક ઇમ્પ્રુવાઇડ એકસપ્લોઝિવ ડિવાઇસ પણ તૈયાર કરી રહ્યું હતું.આ સંગઠનનો ઉદ્દેશ્ય તેના સાગરીતો દ્રારા ભારતની ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application