રાજકોટ મેડિકલ પ્રવેશ માટે ધોરણ ૧૨ પછી લેવામાં આવતી નીટ યુરુની પરીક્ષા આગામી તારીખ ત્રણ ના રવિવારે રાજકોટના સહિત દેશભરના હજારો કેન્દ્ર પર લેવામાં આવનારી છે. નીટની આ પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે વ્યાપક પ્રમાણમાં પગલાં લેવામાં આવતા હોય છે. પરીક્ષા શરૂ વાય તે પહેલા તેનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓ પોતાની સાથે એડમિટ કાર્ડ અને ઓળખ પત્ર સિવાય કોઈ પણ ચીજ વસ્તુ લઈ જઈ નહીં શકે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, બ્લુટુષ ડિવાઈસ, ઈયર ફોન, કેમેરા,રેકોર્ડિંગ કરી શકાય તેવા ઉપકરણો, પુસ્તક, નોટબુક, કાગળ, કેલ્ક્યુલેટર, સ્કેનર જેવી ચીજ વસ્તુઓ પણ સાથે રાખી નહીં શકાય તેવી સૂચના આપવામાં આવી છે. એનટીએ દ્વારા જાહેર કરવામા આવેલી ગાઈડ લાઈનમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ પોતાની સાથે પર્સ લઈ જઈ નહીં શકે, બેલ્ટ અને ટોપી પહેરી નહીં શકે, મોટા બટનવાળા કપડા પણ પહેરી નહીં શકાય, જવેલરી સનગ્લાસ પણ પહેરવા પર પ્રતિબંધ મુકાયો છે. ખાવાની ચીજ વસ્તુઓ પણ પરીક્ષા કેન્દ્રમાં એલાઉડ નથી. વિદ્યાર્થીઓને ફૂલ સ્લીવના કપડા નહીં પહેરવા અને સુઝ તથા મોજા નો ઉપયોગ નહીં કરવા પણ જણાવાયું છે, જે વિદ્યાર્થીઓ સુઝ અને મોજા પહેરીને આવશે તેમને પરીક્ષા કેન્દ્રની બહારના ભાગે કાઢવા પડશે. વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ વાય તેની એક કલાક અગાઉ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી એ અનુરોધ કર્યો છે. તારીખ ત્રણના બપોરે બે વી સાંજના પાંચ વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે અને વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરી શકવામાં આવે છે. રાજકોટ શહેરમાં અલગ અલગ ૧૨ કેન્દ્રમાં આ પરીક્ષા લેવામાં આવશે અને ૫૫૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. સૌથી વધુ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર કરવામાં આવી છે. ત્યાં ૭૫૦ વિદ્યાર્થીઓ નીટ યુજીની પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ સમગ્ર દેશમાંથી કુલ ૨૨.૭૯ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે નોંધાયા છે.