ચદ્રં પર ઉતરી રહેલાં વિક્રમ લેન્ડરનો શાનદાર ફોટો નાસાએ કિલક કર્યો

  • September 06, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ભારતના ચંદ્રયાન ૩ મિશન પર વિક્રમ લેન્ડરનો ફોટો કિલક કર્યેા છે. આ ફોટો તે સમયનો છે યારે વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતયુ હતું. ભારતે ૧૪ જુલાઈના રોજ ચંદ્રયાન ૩ મિશન લોન્ચ કયુ હતું. આ મિશનના સફળ ઉતરાણ સાથે, ભારત દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો.આ ફોટો નાસાના એલઆરઓ પરથી કિલક કરવામાં આવ્યો છે. નાસાએ તેની વેબસાઈટ પર ચંદ્રની સપાટી પરથી લીધેલા આ ફોટો વિશે પણ લખ્યું છે. નાસાએ કહ્યું છે કે ચંદ્રયાન–૩નું લેન્ડિંગ સાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર છે. લેન્ડિંગના ચાર દિવસ પછી, એલઆરઓ એ લેન્ડરનું ત્રાંસુ ધ્શ્ય મેળવ્યું, એટલે કે ૪૨ ડિગ્રી સ્લ્યુ એંગલ.લેન્ડરની આસપાસનું તેજસ્વી વાતાવરણ રોકેટની વાળાઓના ઝીણા દાણાવાળી રેગોલિથ (માટી)ને કારણે થાય છે. નાસાએ ૫ સપ્ટેમ્બરે આ ફોટોગ્રાફ શેર કર્યેા હતો.


વિક્રમ અને પ્રજ્ઞાન ચદ્રં પર સ્લીપ મોડમાં
વિક્રમ લેન્ડર પછી, રોવર પ્રજ્ઞાને ચદ્રં પર સફળ ટચડાઉન કયુ અને ઘણી મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી. બંને રોબોટ ૨ સપ્ટેમ્બરે સ્લીપ મોડ પર ગયા છે. પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને આશા છે કે તેમનામાં હજુ પણ કેટલીક શોધ બાકી છે. ઈસરોએ જણાવ્યું હતું કે, પસોલાર પાવર સમા થઈ જતાં અને બેટરી ખાલી થઈ જતાં વિક્રમ પ્રજ્ઞાન ઐંઘી ગયુ છે . તે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ની આસપાસ જાગશે તેવી અપેક્ષા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application