વિશ્વ વિખ્યાત વૈષ્ણવ દેવી મંદિરના આ પૌરાણિક રહસ્ય વિશે આજ સુધી નહીં જાણ્યું હોય તમે પણ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર નજીકની ટેકરીઓ પર વૈષ્ણો દેવીનું વિશ્વ પ્રખ્યાત અને પ્રાચીન મંદિર આવેલું છે. આ ટેકરીઓને ત્રિકુતા પર્વત કહેવામાં આવે છે.અહિયાં લગભગ ૫,૨૦૦ ફૂટની ઉંચાઈ પર માતાજીનું મંદિર આવેલું છે.તિરૂમાલા વેંકટેશ્વર મંદિર પછી આ ભારતનું બીજું સૌથી વધુ જોવાલાયક ધાર્મિક તીર્થસ્થળ છે.જ્યાં ત્રિકૂટાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, માતા વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. દેવી કાલી (જમણે), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્ય), ગુફામાં બિરાજમાન છે.આ ત્રણેયના સંયુક્ત સ્વરૂપને વૈષ્ણો દેવી કહેવામાં આવે છે.

કટરા થી જ વૈષ્ણો દેવીના સ્થાને જવા માટેની પગપાળા શરુ થાય છે. માતાના સ્થાન સુધી 13 કિલોમીટર અને ભૈરો મંદિર સુધી ૧૨.૫ કિલોમીટરની આ પગપાળા છે.તેમજ ત્યાં આવેલી પવિત્ર ગુફાની લંબાઈ ૯૮ ફૂટની છે. જે ગુફામાં ચબુતરો બનાવવામાં આવ્યો છે જ્યાં ચબુતરા પાસે માતાનું સ્થાન છે. માતા વૈષ્ણવ દેવીએ જે જગ્યા એ ભૈરવનાથની હત્યા કરી હતી તે સ્થાનને ભવન કહેવામાં આવે છે.જ્યાં આજે પણ ભૈરવનાથનું મૃતદેહ હાજર છે.માન્યતા અનુશાર ભૈરવનું ધડ ૩ કિલોમીટર દુર ભૈરો ઘાટીએ જઈને પડ્યું હતું જ્યાર્રે તેમનું મૃત શરીર ત્યાજ રહી ગયું હતું. જે સ્થાન ઉપર ધડ પડ્યું તે સ્થાનને ભૈરવનાથ ના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. 

મંદિરની પૌરાણિક કથા 
મંદિરને લઈને વિવિધ પ્રકારની માન્યતાઓ અને કથા પ્રચલિત છે. એમાંની એક કથા એટલે એકવાર ત્રિકુતાની ટેકરી પર એક સુંદર યુવતીને જોઈને ભૈરવનાથ તેને પકડવા દોડી ગયા.ત્યારે તે હવામાં બદલાઈ ગઈ અને ત્રિકુટા પર્વત તરફ ઉડી. ભૈરવનાથ પણ તેની પાછળ દોડ્યા. એવું માનવામાં આવે છે કે પવન પુત્ર તેની માતાની રક્ષા માટે ત્યાં પહોંચ્યા . જ્યારે હનુમાન જીને તરસ લાગી, ત્યારે તેમની વિનંતી પર  ધનુષમાંથી એક તીર ખેંચ્યું અને પર્વત પર એક તીર ચલાવ્યું અને તે પાણીમાં વાળ ધોયા. તે પછી, ત્યાં એક ગુફામાં માતાએ 9 મહિના સુધી તપસ્યા કરી અને હનુમાનજીએ તેની બહાર ઊભીને રક્ષા કરી.તે દરમિયાન એક સાધુએ ભૈરવનાથને કહ્યું કે, જેને તમે છોકરી તરીકે ગણી રહ્યા છો, તે જગદંબા છે,  આદિ શક્તિ છે. તેથી તે મહાસત્તાનો પીછો છોડો. ભૈરવનાથે સાધુનું સાંભળ્યું નહીં. ત્યારે કન્યા એ ગુફામાંથી બહાર નીકળીને દેવીનું સ્વરૂપ ધારણ કર્યું .છતાં પણ ભૈરવનાથ ન માનતા માતાની ગુફાની રક્ષા કરી રહેલા હનુમાનજીએ તેને યુદ્ધ માટે પડકાર આપ્યો અને બંને લડ્યા.પરંતુ યુદ્ધનો કોઈ અંત ન દેખાતા માતા વૈષ્ણો દેવીએ મહાકાળીનું રૂપ લઈને ભૈરવનાથની હત્યા કરી.
કહેવાય છે કે વધ બાદ ભૈરવનાથે પ્રચ્યાતાપ કરીને માતાની માફી માંગી અને માતાએ ભૈરવને પુનર્જન્મ માંથી મુક્તિ આપી.અને માતાએ કહ્યું કે કોઈ પણ ભક્તના દર્શન ત્યરેજ પુરા થશે જયારેતે મારા દર્શન કાર્ય બાદ તારા દર્શન કરશે 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS