ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આધેડ નિવાસસ્થાને લોહીલુહાણ મૃત અવસ્થામાં મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોંડલના ભોજરાજપરા શેરી નંબર–૭ માં આવેલ માઁ દીપ' મકાનમાં રહેતા હિતેન્દ્રભાઈ બી. પારેખ (ઉંમર વર્ષ આશરે ૫૫) એકલવાયું જીવન જીવતા હતા. તેઓ ઘરે ફાકીના પાર્સલ બનાવી વેચવાનો વ્યવસાય કરતા હતા. યારે મનોજભાઈ ધીણોજા નામના વ્યકિત હિતેન્દ્રભાઈ પાસેથી ફાકીના પાર્સલ લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, ત્યારે વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. આ દરમિયાન મનોજભાઈની નજર ફળીયામાં પડેલા લોહીના ડાઘ પર પડતા તેઓ ચોંકી ઉઠા હતા અને તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલટે ચંદ્રેશભાઈ પંડા અને ઈએમટી કાનજીભાઈ એ સમયસૂચકતા વાપરી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યેા હતો. અંદર જતા જ હિતેન્દ્રભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા, જેમનું મૃત્યુ નીપયું હતું. ઘટનાની ગંભીરતા જોતા ગોંડલ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.હિતેન્દ્રભાઈનું મૃત્યુ કોઈ અકસ્માત છે, આત્મહત્યા કે પછી હત્યા? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ્ર થશે