તખતાપલટ બાદ મ્યાનમારની સેનાએ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર લગાવ્યો પ્રતિબંધ

  • February 06, 2021 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યાનમારમી સેનાએ હવે ત્યાં ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રતિબંધજાહેર કર્યો છે. મ્યાનમારનાં પ્રભારી સેન્ય અધિકારીએ આ સપ્તાહની શરૂઆતમાં જ તખતાપલટ બાદ સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધની મર્યાદા વધારતા ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પ્રતિબંધ કર્યો છે.

 

ચૂંટાયેલી સરકારને ઊથલાવી દીધા બાદ મ્યાનમારની સેનાએ દેશમાં ફેસબુક બ્લૉક દીધું હતું. મ્યાનમારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે ૭ ફેબ્રુઆરી સુધી દેશમાં ફેસબુકને બ્લૉક કરી નાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દેશમાં સ્થિરતા જળવાઈ રહે તે માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મને બ્લૉક કરવામાં આવ્યું છે અને લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં. મ્યાનમારમાં ઘણાં લોકો માત્ર ફેસબુક મારફતે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. મ્યાનમારમાં તખતાપલટા બાદ સેનાની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા લોકો માટે ફેસબુક એક મોટું પ્લૅટફોર્મ બની ગયું છે. જેમાં હવે સોશિયલ સાઈટ ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામને પણ જોડવામાં આવ્યા છે.  

 

મ્યાનમારમાં સૌથી મોટા શહેર યન્ગુનમમાં લોકો વાસણ અને પ્લાસ્ટિકની બોટલ વગાડીને સેન્ય તખતાપલટ પ્રતિ વિરોધ દર્શાવી રહ્યાં છે. સેન્ય સરકારે શુક્રવારે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામને પ્રતિબંધિત કરવાના આદેશ આપ્યા હતા. આ પ્રતિબંધ જાહેર કરવા બાબતે નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા બનાવતી અને ખોટી ખબર ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે. સ્થાનિક મીડીયાના અહેવાલ અનુસાર હાલમાં મ્યાનમારમાં ટ્વિટરની સેવાઓ બંધ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application