હાલ રાજકોટમાં બિગ બજાર પાછળ ગુલાબ બિહાર સોસાયટી શેરી નંબર–૧ માં છેલ્લા એક માસથી માવતરના ઘરે રહેતી રિધ્ધીબેન (ઉ.વ ૩૧) નામની પરિણીતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેનેડામાં રહેતા પતિ નીલ કિશોરભાઈ મિક્રી તથા વડોદરામાં રહેતા સસરા કિશોરભાઈ અને સાસુ રંજનબેનના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તારીખ ૯-૩-૨૦૨૩ ના વડોદરામાં રહેતા નીલ સાથે થયા હતા. લગ્ન ના બીજા દિવસથી જ પતિએ નાની નાની વાતો ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. સાસુ–સસરા કહેતા હતા કે, તારા માતા–પિતાને કહે અમને કેનેડામાં ઘર લઈ દે તેમજ કહેતા કે તારા બાપે દહેજમાં કઈં આપ્યું નથી જેથી તેને કહે ગાડી લઈ દે. આમ દેહજ બાબતે પતિ તથા સાસુ–સસરા બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. પતિ કહેતો હતો કે, મારો ફોન અડધી રીંગે ઉપડી જવો જોઈએ અને કયારેક ફોન ઉપાડવામાં વાર લાગે તો પતિ માથાકૂટ કરતો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિ કેનેડા રહેતો હોય પરંતુ તેને લઈ જવા માંગતો ન હોય અને આ બાબતે અવારનવાર ઝઘડા કરતો હતો જેથી તે અવારનવાર માવતરના ઘરે જતી રહેતી હતી. છેલ્લા એકાદ માસથી તે અહીં રાજકોટમાં પિતાના ઘરે રહે છે પતિ તથા સાસુ–સસરા ત્રાસ આપતા હોય જે બાબતે લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, સાસુ–સસરા કહેતા હતા કે તારા માવતર એ તને સંસ્કાર જ નથી આપ્યા તારી લાયકાત જ નથી કે મારા દીકરાની વહુ બને તેમ કહી ગાળો આપતા હતા. પતિ કેનેડા લઈ જવા રાજી ન હોય અને પત્નીની વિઝા માટેની અપીલ પણ પતિએ પાછી ખેંચી લીધી હોય જેથી અંતે પરિણીતાએ પતિ તથા સાસુ સસરા સામે દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગે આ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech