મારું રાજકોટ સ્વચ્છ રાજકોટ

  • September 14, 2020 04:53 PM 316 views

રાજકોટ ઘણું સાફ સુથરું છે અને રસ્તા ઉપર કચરો કે ગંદકી તો ભાગ્યે જ દેખાય છે. શહેરમાં સફાઈ નિયમિત રૂપે થાય છે અને ક્યાંય પણ સહેજ પણ કચરો દેખાય તો મહાપાલિકાના સતર્ક અધિકારીઓ તુરંત કાર્યવાહી કરીને કચરો ઉપડાવી લ્યે છે. મારું શહેર સ્વચ્છ શહેર બની રહે તે માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે પણ કેટલાકને આ વાત મનમાં ખુંચે છે અને એટલે જ તેમના મનોબળને તોડી પાડવા માટે આવ ગંદકી કરે છે અને ફોટોગ્રાફરોનું ધ્યાન ચાલ્યું જાય છે. આ તસવીર બજરંગ વાડીથી એરપોર્ટ તરફ જવાના રસ્તે આવેલા શિતલ પાર્ક પાસેની છે જ્યાં પારાવાર ગંદકી છે એટલું જ નહી પૂર્વ કોર્પોરેટર રાજભા ઝાલાના નામની તકતી સાથેનો બાંકડો પણ કચરો થઈને પડ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application