રાજકોટ એસોજીની ટીમે શહેરની ભાગોળે અમદાવાદ હાઈવે પર વાંકાનેર ચોકડી પાસેથી રૈયા રોડ પરના શિવપરામાં રહેતા શખ્સને ૯૮,૯૦૦ ની કિંમતના એમ.ડી સાથે ઝડપી લીધો હતો. પોલીસનો આ જથ્થો અને કાર સહિત ૬.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. ઝડપાયેલો આ શખસ મટનનો ધંધાર્થી હોય અને ચોક્કસ ગ્રાહકોને જ માલ આપતો હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત રાજકોટ એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા વાંકાનેર ચોકડી પાસેથી શંકાસ્પદ કાર અટકાવી હતી. કારમાં સવાર શખસને નીચે ઉતારી તેની પૂછતાછ કરતા તેનું નામ ઇરફાન ઉર્ફે રોમિયો હનીફભાઈ ચાનીયા(ઉ.વ ૩૨ રહે. શિવપરા શેરી નંબર ૫, રૈયા રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસની અગં ઝડપી લેતા તેની પાસેથી ૯૮,૯૦૦ ની કિંમતનું ૯.૮૯ ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે કાર, મોબાઇલ અને સહિત કુલ પિયા ૬,૦૪,૮૧૦ નો મુદ્દામાલ કબજે ધરપકડ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ઈરફાન રૈયા રોડ પર શિવપરામાં મટનની દુકાન ચલાવે છે તે રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પૂર્વે પણ તે ત્રણેક વખત ખેપ મારી ચૂકયો હોવાની શંકા સેવાઇ રહી છે. ઇરફાન ચોક્કસ ગ્રાહકોને પિયા ૨૫૦૦ ની પડીકી વેચતો હોવાનું જાણવા મળ્યું છે. આ શખસ ખુદ પણ બંધાણી છે આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech