દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની બાળાનું અપહરણ થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, અને આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા મોડપર તેમજ રૂપામોરા ગામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતી એક સગીર વયની બાળાના અપહરણ સંદર્ભેની કરાયેલી ફરિયાદના અનુસંધાને આ પ્રકરણમાં સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભીને ભાણવડ પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ ગોજીયાને બાતમીના આધારે મોડપર ગામના રહીશ રજાક ઉર્ફે ટકો મામદ નાગલા અને ભાણવડ તાલુકાના રૂપામોરા ગામના હનીફ કારૂ કાંટેલીયા નામના બે શખ્સોને ઝડપી લઇ, બંને સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.એ. રાણા, કે.કે. મારુ, પી.જે. ખાંટ, એન.જે. વાળા તેમજ ભાણવડના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરવિંદ કેજરીવાલની બીજી મોટી ગેરંટી, દિલ્હીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધોને મફત સારવાર મળશે
December 18, 2024 01:53 PMહાપા માર્કેટ યાર્ડમાં અત્યારે સુકા લાલ મરચાંની આવક...!!: ભાવ 2720
December 18, 2024 01:02 PMપાટણમાં કુટણખાનું પકડાયુ : જામનગરની પાર્ટનર મહિલા સહિતની ધરપકડ
December 18, 2024 12:58 PMદ્વારકા સહિત રાજ્યના 28 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી
December 18, 2024 12:52 PMજામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલનું રીનોવેશનનું કામ પૂર્ણ, કમિશનર ડી.એન.મોદીએ મુલાકાત કરી
December 18, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech