ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. બંનેને સરકારી કાર્યક્ષમતા વિભાગ (ડોજ)ના વડા બનવા માટે કહેવામાં આવ્યું છે. આ વિભાગ અમલદારશાહીને ખતમ કરવાનું કામ કરશે. આ વિભાગને આ સમયનો મેનહટન પ્રોજેકટ ગણાવતા ટ્રમ્પે કહ્યું કે તે ૪ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં સમગ્ર સંઘીય અમલદારશાહીમાં વ્યાપક ફેરફારો લાવશે. તેમણે કહ્યું કે આ સરકારમાં જમીન પર વધુ કામ થશે અને નોકરશાહી ઓછી હશે. દેશની આઝાદીની ૨૫૦મી વર્ષગાંઠ પર અમેરિકા માટે આ એક મૂલ્યવાન ભેટ હશે. મને ખાતરી છે કે તે બંને આમાં સંપૂર્ણ રીતે સફળ થશે.
ટ્રમ્પે કહ્યું કે મસ્ક અને રામાસ્વામી નોકરશાહીમાં બદલાવ કરશે જેનાથી તમામ અમેરિકન નાગરિકોનું જીવન વધુ સાં બનશે. બિનજરી ખર્ચ અને ૬.૫ ટિ્રલિયન ડોલરની સરકારી નાણાની છેતરપિંડી બધં થશે. મેનહટન પ્રોજેકટ વાસ્તવમાં અમેરિકન સરકારનો પ્રોજેકટ હતો, જેના હેઠળ અમેરિકાએ પરમાણુ બોમ્બ તૈયાર કર્યેા હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ બે અમેરિકનો મારા વહીવટીતત્રં માટે સરકારી અમલદારશાહીને દૂર કરવા, વધુ પડતા નિયમો ઘટાડવા, નકામા ખર્ચમાં કાપ મૂકવા અને ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન કરવાનો માર્ગ મોકળો કરશે, જે અમેરિકા બચાવો આંદોલન માટે અત્યતં મહત્વપૂર્ણ છે. ઇલોન મસ્કએ તેમની નિમણૂક પર કહ્યું, આનાથી સમગ્ર સિસ્ટમ અને ઘણા લોકોને આંચકો લાગશે જેઓ સરકારી બરબાદીમાં સામેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન જ સ્પષ્ટ્ર કયુ હતું કે જો તેઓ રાષ્ટ્ર્રપતિ બનશે તો દેશમાં મોટા પાયે પરિવર્તન આવશે. આ ફેરફારો માટે, તેમણે આ વિશેષ ટીમમાં ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીનો સમાવેશ કર્યેા છે, જેમની પાસે તેમના એજન્ડામાં ઘણા કાર્યેા છે, જેને અમલમાં મૂકવાના છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્ર્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે વર્તમાન સરકારમાં બ્યુરોક્રેશીનું વર્ચસ્વ છે. પરંતુ જો તેઓ રાષ્ટ્ર્રપતિ બનશે તો મોટાપાયે ફેરફારો થશે. આવી સ્થિતિમાં, ડોજ પ્રથમ અમેરિકન રાજકીય વ્યવસ્થામાં બ્યુરોક્રેશીની અંધાધૂંધ પ્રથાને સમા કરવા માટે કામ કરશે. મસ્ક અને રામાસ્વામી તેને ખતમ કરવાનો પ્રયાસ કરશે.
રાષ્ટ્ર્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન ટ્રમ્પ માટે પ્રચાર કરતી વખતે, ઈલોન મસ્કે કહ્યું હતું કે તે અમેરિકાના ૨ ટિ્રલિયન ડોલર ફેડરલ બજેટમાં કાપ મુકવામાં ટ્રમ્પને મદદ કરશે. આવી સ્થિતિમાં આ વિભાગ સરકારના બિનજરી ખર્ચાઓને દૂર કરવાની દિશામાં કામ કરશે.
ડોજની કાર્યસૂચિ પરનું બીજું કાર્ય એ તમામ ફેડરલ એજન્સીઓનું પુનર્ગઠન છે. મતલબ કે તમામ એજન્સીઓની કામગીરી અને અન્ય બાબતોનું મૂલ્યાંકન કર્યા બાદ તેમાં જરી ફેરફાર કરવામાં આવશે. જૂના અને બિનજરી કામ પૂરા થશે અને જરિયાત મુજબ નવી વસ્તુઓ શ થશે. આ સાથે અમેરિકન સરકારના કામકાજમાં વર્ષેા કે દાયકાઓથી ચાલતા નિયમોમાં પણ ફેરફાર કરવો પડશે
ડોજ ક્રિપ્ટો કરન્સી શું છે?
ડોજ નામનું ડીપાર્ટમેન્ટ ડોજકોઈન એક લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીના નામ પરથી મસ્કે રાખ્યું હોવાનું મનાય છે. ડોજ કરન્સી તે વર્ષ ૨૦૧૩માં બનાવવામાં આવી હતી. ડોજકોઈન વર્ષ ૨૦૧૩ માં બિલી માર્કસ અને જેકસન પામર દ્રારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં શિબા ઈનુ ડોજનો ફોટો છે. ડોજકોઈનના લોગોને ડોજ કહેવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech