દરેડમાં ગર્ભવતી મહિલાની હત્યા: લૂંટમાં ઝારખંડથી આરોપી ઝડપાયો

  • July 19, 2021 10:55 AM 

એલસીબી દ્વારા ભેદ ઉકેલ્યો: બેકારીમાં આર્થિક ભીંસના કારણે હત્યા કર્યાની કબૂલાત: રિમાન્ડ પર લેવા તજવીજ

જામનગર નજીકના દરેડ ગોડાઉન વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે ગર્ભવતી નેપાળી મહિલાની ઘાતકી હત્યા અને લૂંટ કરવાના ચકચારી બનાવનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે, ઝારખંડના શખ્સને પકડી પાડી કોવિંડ રિપોર્ટ તથા રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

દરેડ ના સી.એન.જી પંપની પાછળ ગોડાઉન ઝોન વિસ્તારમાં ગત તારીખ 11 ના મોડી સાંજના ગર્ભવતી મહિલાની હત્યા નીપજવાનો બનાવ સામે આવ્યો હતો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ઢોકળી તપાસ માટે દોડી ગઈ હતી દરમિયાનમાં આ ગુનાની ફરિયાદ દરેડ ખાતે રહેતા અને કારખાનામાં ચોકીદારી કરતા ઇન્દ્રબહાદુર ઉર્ફે રાજુ નરબહાદૂર નેપાલી ઉંમર 45 પંચકોશી બીમા અજાણ્યા ઈસમ વિરુદ્ધ એવી ફરિયાદ કરી હતી કે, ફરિયાદીના પત્ની ભૂમિશા ઉર્ફે અંજુ ગર્ભવતી હોય અને તેમના રહેણાંક મકાને એકલા હતા ત્યારે અજાણ્યા ઇસમે ચોરી લૂંટ કરવાના ઇરાદે મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરીને તેણીને માથાના ભાગે અને કપાળના ભાગે અને આંગળીમાં બોથડ પદાર્થ તથા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નિપજાવી ઘરમાંથી રોકડા ત્રણ હજાર અને એક મોબાઇલની લૂંટ ચલાવી નાસી છૂટયો હતો.

આવળ શોધાયેલા હત્યાના બનાવનો ગુનો શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તથા એએસપી નિતેશ પાંડે અને ડીવાયએસપી કુણાલ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટુકડીઓને કામે લગાડવામાં આવી હતી. બનાવ સ્થળ તેમજ આજુબાજુના રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી.

જુદી જુદી પોલીસ ટુકડીઓ તેમજ અંગત વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડયા હતા દરમિયાન એલસીબીના એસ આઈ સંજયસિંહ તથા ભગીરથ સિંહ ને તેમના અંગત બાતમીદારો થી હકીકત મળેલ કે આ બનાવને અંજામ આપનાર મહંમદફેઝ જમાલુદ્દીન અન્સારી, રહે. હાલ દરેડ અને મૂળ ખાટીમાં વોર્ડ 5, આપાજી ગોલ્ડન મેરેજ હોલ ઇસ્લામ નગર, થાના ખટીમાં જી. ઉધમસિંગ નગર, ઉત્તરાખંડ ને બાતમીદારો તથા ટેકનિકલનો ઉપયોગ કરીને આરોપીને ઉત્તરાખંડ રાજ્યમાં તેમના વતન હોવાની હકીકતના આધારે ત્યાં પોલીસે જઈને પકડી પાડ્યો હતો.

આરોપીની પૂછપરછમાં મજુરીકામ મળતુ ન હોવાથી આર્થિક સંકડામણથી લૂંટને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી આ ગુનાની આગળની તપાસ પંચ બી પોલીસને સોંપવામાં આવી છે. પકડાયેલા આરોપીનો કોવિડ રિપોર્ટ કરાવવા અને રિમાન્ડ પર લેવાની તજવીજ ચલાવવામાં આવી રહી છે.

આ કાર્યવાહી એલસીબી પીઆઈ એસ એસ નિનામા તથા એલસીબીના પીએસઆઇ ગોહિલ, દેવમુરારી, પીએસઆઇ ગોજીયા, એસ.ઓ.જી.ના પી.એસ.આઇ વીંછી પીએસઆઈ ગઢવી તથા પંચકોશી ના પીએસઆઇ કાંટેલિયા તેમજ એલ.સી.બી, એસ.ઓ.જી અને પંચકોશીબી ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આરોપી પોતાના વતનમાં ગર્લફ્રેન્ડ સાથે મન દુઃખ થતા આશરે એક મહિના પહેલા કામ માટે આવ્યો હતો પરંતુ કોઈ કામ નહીં મળતા આર્થિક ભીંસ અનુભવતા હોય દરમિયાનમાં લૂંટ અને મર્ડરને અંજામ આપ્યો હતો, અગાઉ રેકી કરી હોવાનું પણ બહાર આવ્યું છે, આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS