પેરોલ જમ્પ કરનાર શખ્સ પેરોલ ફર્લો સ્કવોડના સકંજામાં : સાબરમતી જેલ મોકલી આપ્યો
જામનગર પેરોલ ફર્લો સ્કોડે મુંગણી ગામમાં હત્યા કેસના એક આરોપીને બાતમીના આધારે પકડી પાડી સાબરમતી મઘ્યસ્થ જેલ ખાતે સોપી આપ્યો છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ નાસતા ફરતા આરોપીઓ પેરોલ જમ્પ કેદીઓને શોધી કાઢવા સુચના કરતા એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ સ્કવોડના પીએસઆઇ વાય.બી. રાણા, સ્ટાફના માણસો સાથે ટેકીનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને પકડી પાડવા અંગે જરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, હાદિકભાઇ ભટ્ટ, ભરતભાઇ ડાંગર તથા દિવ્યરાજસિંહ જાડેજાને સંયુકત બાતમીદારોથી હકીકમ મળેલ કે અમદાવાદ જીલ્લાના બાવળા પોીસ સ્ટેશનના કલમ 302, 34 તથા જીપેએક 135(1)ના ગુનાના કામે અમદાવાદ મઘ્યસ્થ જેલના કાચા કામના આરોપી બાબુ દેવરાજ દેવીપુજક રહે. કાચા છાપરામા આજી ડેમ પાસે, રાજકોટવાળો દિન 10 માટે 5000ના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન પર જેલમુકત કરવામાં આવેલ તેમજ જામીનની મુદત પુરી થતા આરોપીને તા. 27-7-24ના જેલ ખાતે હાજર થવાન હોય પરંતુ કેદી જેલ ખાતે પરત ફરેલ નહી જેથી ફરાર રહેલ કેદીની તપાસ કરતા કેદી જામનગરના મુંગણી ગામે મોટા તળાવ પાસે હાજર હોય તેવી હકીકત આધારે પકડી પાડી કેદીને પરત સાબરમતી મઘ્યસ્થ જેલ ખાતે સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech