સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જીઆઇડીસી-૩ના કોમર્શિયલ માલિકોને મિલકત વેરા અંગે નોટીસ ફટકારતા માલિકો કચેરી ખાતે દોડી ગયા હતાં.
રાજય સરકાર દ્વારા કડક સૂચનાઓને ધ્યાને લઈ ટેક્સ અંગે વસૂલાત વારવાર સૂચનાઓ સિહોર નગરપાલિકાને આપતી જ હોય છે. નગરપાલિકા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા ના માર્ગદર્શન અને સૂચનાઓ ને લઇ ટેક્ષ વિભાગ ની દરેક વોર્ડ ની અલગ અલગ ટીમ બનાવી ૨ કરોડ ને પાર કરી વસુલાત કરવામાં આવી હતી.જે અંગે તેઓના સિહોર ના વિકાસ અને પાલિકા ના કર્મચારીઓ ને નિયત સમયે પગાર મળી રહે તેવા ધ્યેય થી કામગીરી હાથ ઘરવામાં આવી હતી.
નગરપાલિકા ની વર્ષ ૨૦૨૬-૨૭ માં ૬ થી ૮ ટકા આવક વધે તેવા પ્રયાસો સાથે આગોતરા આયોજન સાથે ૠઈંઉઈ નં.૧૨ અને ૩ માં આવેલ નાની મોટી ફેક્ટરીઓ, સરકારી મિલ્કતો. મોબાઈલ ટાવરો, અન્ય મિલકતો, કોમર્શિયલ બિલ્ડિંગો સહિત પાલીકા ના ચોપડે પણ ચડાવવા ના બાકી હોય તેવા અનેક મિલ્કતો ની આકરણી સહિત સર્વે સાથે કામગીરી હાથ ધરાશે જે અંગે ચીફ ઓફિસર મકવાણા દ્વારા ૠઈંઉઈ નં.૩ ના કોમર્શિયલ મિલકત ટેક્સ વેરો વસૂલાત માટે માલિકો ના આધારો રજૂ કરવા માટે નોટિસ ફટકારતા કોમર્શિયલ મિલ્કત ના માલિકો એક જૂથ સાથે સિહોર નગરપાલિકા ને રજૂઆત કરતા જણાવ્યા મુજબ ૠઈંઉઈ-૩ જે અવાવરુ જમીન હતી તે વખતે ૧૯૮૮ માં પંચાયત હતી.
પરંતુ માત્ર ને માત્ર જગ્યા ફાળવી બાદ નાની મોટી ફેક્ટરી સામાન્ય રીતે શરૂ કરવામાં આવેલ અને તે સમય થી લઇ આજસુધી સિહોર પંચાયત દ્વારા કોઈ સુવિધાઓ નળ, ગટર,કે રસ્તાઓ પણ નથી કે સુવિધા પ્રાપ્ત નથી થઈ તો તેમ છતાં માલિકો ને ટેક્સ વસૂલાત માટે નોટિસો કેમ આપવામાં આવી જે અંગે તમામ કોમર્શિયલ મિલકતમાલિકો એ રૂબરૂ માં જણાવ્યા મુજબ પોઝિટિવ નિર્ણય લઈ અને હવે મિલ્કત ની આકરણી કરી અને આ મિલકત વેરો, સહિત કરી કામગીરી હાથ ધરવા માં આવી રહી છે.
ચીફ ઓફિસર મકવાણાના જણાવ્યા મુજબ ગટર લાઇન ની તે વિસ્તારમાં કામગીરી ટૂંક સમય માં આવરી લેવા માં આવશે તેમજ, પાણીલઈન, સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તાઓ ને આવરી લેવામાં આવશે જે અંગે તમામ માલિકો એ પોતાના ડોક્યુમેન્ટ ફાઇલો ૭ દિવસમાં જમા કરવાના આદેશો કરતા તેમની આકરણી કામગીરી પણ વ્હેલી તકે હાથ ધરાશે તેવી ખાત્રી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech