રાજકોટ મહાનગરપાલિકાના સિવિલ તેમજ મેસનરી કામોના કોન્ટ્રાક્ટરોએ આજે સવારથી વીજળીક હડતાલ પાડતાં શહેરમાં આજે ફક્ત પાણી વિતરણ અને ડ્રેનેજ ફરિયાદ નિકાલની કામગીરી ચાલુ છે અન્ય તમામ મેઇન્ટેનન્સને લગતા કામકાજ ઠપ્પ થઇ ગયા છે. કોન્ટ્રાક્ટરો પાસેથી 2008થી 2024 સુધીના છેલ્લા 16 વર્ષના પ્રોફેશનલ ટેક્સની રિકવરી કાઢી ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી સાથેની રકમ ચૂકતે કરવા નોટિસો ફટકારતા તેમજ અગાઉ કોન્ટ્રાક્ટરો માટેનો જીએસટી દર 12 ટકા હતો જે વધીને 18 ટકા થતા ડિફરન્સની છ ટકા રકમ ચુકવવાની બાકી રહેતી હોય આ મામલે ગત સાંજે 100થી વધુ મુખ્ય કોન્ટ્રાક્ટરો એકત્રિત થયા હતા અને લેખિતમાં હડતાલનું અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ નિવેડો નહીં આવતા આજે સવારથી કોન્ટ્રાક્ટરો હડતાળ ઉપર ઉતયર્િ છે જેના પરિણામે મેઇન્ટેનન્સને લગતા તમામ કામકાજ ઠપ્પ થઇ ગયા છે.
રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 108 કોન્ટ્રાક્ટરો રાજકોટ મહાનગરપાલિકાની સંયુક્ત મેઇન્ટેનન્સ જેવી જવાબદારી સંભાળે છે જેમાં પાણી વિતરણ, લાઈન રીપેરીંગ, બાંધકામ, રોડ રસ્તા, ડ્રેનેજ રીપેરીંગ સહિતના કામ સમાવિષ્ટ છે. કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ ગત તા.24 એપ્રિલના રોજ કોન્ટ્રાક્ટરો દ્વારા તેમના કામદારો-મજૂરોને ચૂકવાતા પગાર ઉપર પ્રોફેશનલ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન તાજેતરમાં છેક 2008થી 2024 સુધીનો ઉપરોક્ત મુજબનો પ્રોફેશનલ ટેક્સ ભરવા રિકવરી કાઢી નોટિસ ફટકારતા રોષની લાગણી પ્રસરી છે. તમામ કોન્ટ્રાક્ટરોની એવી માંગણી છે કે છેલ્લા 16 વર્ષનો જૂનો ટેક્સ વસુલવાને બદલે ચાલુ વર્ષે જ્યારથી નિર્ણય થયો ત્યારથી ટેક્સ વસુલવામાં આવે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઇ નક્કર પરિણામ આવ્યું ન હતું તેમજ મહાનગરપાલિકા તંત્રએ જ્યાં સુધી કોન્ટ્રાક્ટરો પ્રોફેશનલ ટેક્સની બાકી રકમ ન ભરે ત્યાં સુધી બિલ પેમેન્ટને અટકાવી દેતા હવે આજથી અચોક્કસ મુદત સુધી હડતાલ ચાલુ રાખવા કોન્ટ્રાક્ટરો અને કોઈ પણ કામ નહીં કરવા કોન્ટ્રાક્ટરોએ નિર્ણય કર્યો છે.
મ્યુનિ.કમિશનરએ બિલ પેમેન્ટ નહીં અટકાવવા ખાતરી આપી છતાં કોન્ટ્રાક્ટરોએ હડતાલ પાડી
મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ એ ગત સાંજે કોન્ટ્રાક્ટરોની રજુઆત સાંભળી પ્રોફેશનલ ટેક્સ ભર્યો નહીં હોય તો પણ બિલ પેમેન્ટ નહીં અટકાવાય પરંતુ કોન્ટ્રાક્ટરો એ પ્રોફેશનલ ટેક્સનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી લેવાનું રહેશે તેમ જણાવ્યું હતું . આ રીતે ગત સાંજે કમિશનર દ્વારા પ્રશ્ન ઉકેલાઇ ગયો હતો છતાં કોન્ટ્રાક્ટરોએ હડતાળ પાડીને શહેરને બાનમાં લેવા પ્રયાસ કર્યો છે. અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે અગાઉ જીએસટી 12 ટકા હતો હાલ 18 ટકા છે તો તે છ ટકાનો ડિફરન્સ મહાપાલિકાએ ચૂકવવાનો જ ન હોય, ટેન્ડરમાં જે દર હોય તે મુજબ કામ કરવાનું રહે.
રાજકોટને શાસકો ચલાવે છે કે કોન્ટ્રાક્ટરો ? પાર્ટી ફંડ વસુલ્યા પછી કંઇ કહેવાનું જ નહીં !
રાજકોટ મહાપાલિકાના કોન્ટ્રાક્ટરોએ વીજળીક હડતાલ પાડી શહેરને બાનમાં લેવા પ્રયાસ કર્યો છે ત્યારે મહાનગરપાલિકાના શાસકોએ દરમિયાનગીરી કરવાને બદલે મામલો અધિકારીઓ ઉપર છોડી દીધો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, કોન્ટ્રાક્ટરો પાસેથી પાર્ટી ફંડ વસૂલી કયર્િ બાદ શું શાસકો તેમને કંઇ કહી શકતા નહીં હોય ? તેવો સવાલ લાખો શહેરીજનોમાંથી ઉઠી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીચ ફેસ્ટીવલમાં લોકકલાકારો રાજભા ગઢવી, અપેક્ષા પંડયાએ લોકોને ડોલાવ્ય
January 27, 2025 10:54 AMબાંગ્લાદેશને ઝટકો, અમેરિકા સહાય આપવાનું બંધ કરશે
January 27, 2025 10:48 AMઅમેરિકા સામે ફુંફાડો મારનાર કોલંબિયા પળવારમાં ઘુંટણીયે
January 27, 2025 10:42 AMઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા લાગુ થશે
January 27, 2025 10:41 AMબજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરવા વિચારણા
January 27, 2025 10:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech