ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તાજેતરમાં ઓવરફ્લો થઈ જતા ગઈકાલે ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારોએ જળપૂજન કરી, નવા નીરને વધાવ્યા હતા.
ખંભાળિયાના પાદરમાં આવેલો 20 ફૂટનો ઘી ડેમ તાજેતરના ભારે વરસાદના કારણે થોડા દિવસો પૂર્વે છલકાઇ જતા ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે તાજેતરના મેઘ વિરામ વચ્ચે ગઈકાલે નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો તથા ભાજપના કાર્યકરોએ ઘી ડેમની ખાસ મુલાકાત લીધી હતી. અહીં તેઓએ સંપૂર્ણપણે ભરાઈ ગયેલા ઘી ડેમમાં પુષ્પ, મીઠાઈ વડે પૂજન કર્યું હતું અને ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, પી.એમ. ગઢવી, રેખાબેન ખેતિયા, રવિરાજસિંહ જાડેજા, જગુભાઈ રાયચુરા, મયુરભાઈ ધોરીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, હસમુખભાઈ ધોળકિયા, અજુભાઈ ગાગીયા, કિશોરભાઈ નકુમ, સહિતના કોર્પોરેટરો, કાર્યકરો સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, પણ સરકારે આ શરત સાથે મુકી
May 13, 2025 04:08 PMખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMપાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગરના સેના જવાન ઈજાગ્રસ્ત
May 13, 2025 04:02 PMભાવનગર-પાલીતાણા ગાડી નીચે આવી જતાં યુવાનનું મોત
May 13, 2025 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech