BREAKING NEWS

મહાપાલિકા તંત્રની સતત બીજા દિવસે દબાણો સામે કાર્યવાહી

  • October 02, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના મહિલા કોલેજ, ઘોઘા સર્કલ તેમજ  મોતીબાગ રોડ સહિતના વિસ્તારોમાં અડચણરૂપ અસ્થાયી દબાણો હટાવી માલસામાન જપ્ત કરાયો હતો.
મહાપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ શહેરમાં દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે શહેરના મહિલા કોલેજ સર્કલ, શાંતિલાલ મોહનલાલ શાહ ફાઉન્ડેશનની દીવાલે થી અસ્થાયી દબાણો દૂર કરી સામાન જપ્ત કરેલ જેમાં ૨ ચકડોળ અને  ૧જમ્પિંગ  તેમજ અન્ય સામાન હટાવી જપ્ત કર્યો હતો. જ્યારે  સિલ્વર પોઇન્ટ એપાર્ટમેન્ટ, એચસીજી હોસ્પિટલ  રોડ અને  ઘોઘા સર્કલ પાસે રોડ પરથીના દબાણો અંગે થયેલી  રજુઆતના પગલે તંત્ર દ્વારા દૂર તમામ પ્રકારના અસ્થાયી દબાણો દૂર કરી કરી સામાન જપ્ત કર્યો હતો. જેમાં ૧ ટેબલ તેમજ મંજૂરી વીના લગાડવામાં આવેલ ૯ બોર્ડ સહિતનો સમાવેશ થાય છે.
તેમજ  મોતીબાગ, જિલ્લા પંચાયત કચેરી સામે મુખ્ય રોડ પરથી ૭ કેરેટ (એક કેરેટ ભરેલું) તેમજ ૨ લોખંડની ફ્રેમ સહિતના તમામ  અડચણરૂપ અસ્થાયી  દબાણો દૂર કરી માલસામાન જપ્ત કરાયો હતો. આમ, તહેવારોમાં મહાપાલિકા તંત્રએ સક્રિય બની દબાણો કાર્યવાહી હાથ ધરતા લોકોમાં રાહત સાથે આનંદની લાગણી છવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application