સોની બજારમાં ડઝન દુકાનો સીલ કરતી મ્યુનિ.ટેક્સ બ્રાન્ચ

  • January 10, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ આજે સોની બજારમાં ત્રાટકી હતી અને વિવિધ કોમ્પલેક્ષમાં એક ડઝન દુકાનો સીલ કરી રૂપિયા અડધો કરોડની વેરા વસુલાત સ્થળ ઉપર જ કરી હતી.
વિશેષમાં ટેક્સ બ્રાન્ચ ના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઇવ ની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે સોની બજારમાં ગોપાલ મેશન સેકેંડ ફ્લોર યુનિટ નં-201 ને સીલ, જે.પી.ટાવર્સ વિંગ-સી,ગ્રાઉંડ ફ્લોર શોપ નં-1ની સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.1.07 લાખ, બાલાજી ચેમ્બર્સ થર્ડ ફ્લોર શોપ નં.202, 204, 303,304 ને સીલ, સોની બજારમાં આવેલ 3-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.2.72 લાખનો ચેક આપેલ, સોની બજારમાં આવેલ હરી ઓમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શોપ નં-2 અને 3 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.1.57 લાખ, સોની બજારમાં આવેલ હરી ઓમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષથર્ડ ફ્લોર શોપ નં-301 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.78,700, સોનીબજારમાં આવેલ માધવ કોમ્પ્લેક્ષ 1-યુનિટ ને સીલ આ મુજબ સોની બજારમાં કુલ એક ડઝન દુકાનો સીલ કરી સ્થળ ઉપર જ રૂપિયા અડધો કરોડની વેરા વસુલાત કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application